આંતરરાજ્ય ઘરફોડ અને વાહનચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી
30, સપ્ટેમ્બર 2020

બનાસકાંઠા-

બનાસકાંઠા એલસીબી પોલીસે આંતરરાજ્ય ઘરફોડ અને વાહન ચોરીને અંજામ આપતી ગેંગને ઝડપી પાડી છે. ચાર બુલેટ અને ૨ લક્ઝરિયસ કાર સહિત ૧૧ ચોરીના ગુનાઓને અંજામ આપનાર ૭ રીઢા ચોરને ઝડપી પોલીસે વધુ તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે વાહન ચેકિંગ દરમીયાન ધનીયાણા ચાર રસ્તા પાસે સફેદ કલરની કાર અને ચાર બુલેટ સાથે ઉભેલા શખ્સો શંકાસ્પદ લાગતા પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં કાર અને કાર બુલેટ ચોરીનું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આ સાતેય રાજસ્થાની શખ્સોની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી. જેમાં આ ગેંગે પાલનપુર શહેર સિવાય ભરૂચ, અંકલેશ્વર, નવસારી તેમજ રાજસ્થાનમાં પણ અલગ અલગ જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. લક્ઝરિયસ કાર અને બુલેટ ની ચોરી કરવામાં આ ગેંગ માહિર છે. આ સિવાય પણ કરિયાણાની દુકાન, બેંક અને જૈન મંદિરમાં પણ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આમ બનાસકાંઠા એલસીબી પોલીસે આ ૭ રીઢા ચોરને ચાર બુલેટ અને ૨ કાર સહિત ૬.૧૮ લાખ ના મુદ્દામાલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution