નર્મદા-

કેવડિયા ખાતે જંગલ સફારી પાર્કમાં પોલીસ કર્મચારીઓની દાદાગીરીના CCTV વાયરલ થયા બાદ હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જંગલ સફારી પાર્કમાં પ્રવેશ બાબતે 5 પોલીસ કર્મચારીએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. ત્યાર બાદ સિક્યુરિટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. જો કે નર્મદા SP દ્વારા પાંચેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ સિક્યુરિટી સ્ટાફ દ્વારા હડતાળ સમેટી લેવામાં આવી છે. જંગલ સફારી પાર્કની બહાર માર મારવાની ઘટનામાં તંત્ર દ્વારા કોઇ પગલા નહી લેવાતા સિક્યુરિટી જવાનો હડતાળ પર ઉતરી ગયા હતા. પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. જો કે નર્મદા SP એ પાંચેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા સિક્યુરિટી કર્મચારીઓ દ્વારા હડતાળ સમેટી લેવામાં આવી છે. તેઓએ એસપી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.