સુરત,તા.૨૪ 

સુરત કડોદરા રોડ સારોલી શ્યામ સંગીની માર્કેટમાં આવેલ કેનેરા બેન્કમાં ગઈકાલે પોલીસ કર્મીએ કેશીયરની કેબિનમાં ઘુસી જઈ મહિલા કર્મચારીને તમાચો મારવાની સાથે સ્ટાફ સાથે માથાકુટ કરવાની ઘટના ઘેરાપ્રત્યાઘાતો પડ્‌યો છે.સારોલી ખાતે શ્યામ સંગીની માર્કેટમાં કેનેરા બેન્કની શાખા આવેલી છે. બેન્કમાં સોમવારે સાડા ચાર વાગ્યે સરથાણા પોલીસ મથકમાં જનરલ ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઘનશ્યામ દુલા બેન્કમાં આવ્યા હતા.કલાર્ક સંતોષકુમારી બેન પાસે પાસબુકમાં એન્ટ્રી કરી આપવા જણાવ્યું હતું. જાકે સંતોષકુમારીએ તેમને બેન્કનો ટાઈમ પુરો થઈ ગયો છે.કેટલાક દિવસોથી પ્રિન્ટર પણ ચાલતુ નથી આવતીકાલે આવવા કહેતા ઉશ્કેરાયો હતો. સંતોષકુમારી સાથે ગાળાગાળી કરી હતી. જેથી સંતોષકુમારીએ મોબાઈલમાં વીડીયો ઉતારવા લાગતા ઘનશ્યમ દુલા ઉશ્કેરાયો હતો.તેમની પ્રતિબંધિત કેબિનમાં ઘુસી ઝાપટ મારવાની સાથે ધક્કો માર્યો હતો જેથી નીચે પડી જતા કમરના અને હાથના ભાગે ઈજા પહોચી હતી. બનાવ અંગે સંતોષકુમારીએ પોલીસ કન્ટ્રોલમાં જાણ કરતા પોલીસ બેન્કમા આવી પહોંચી હતી. બેન્ક કર્મચારી ઉપર પોલીસે કેબિનમાં ઘુસી હુમલો કર્યો હોવાની ઘટનાની વીડીયો ગઈકાલેથી વાયરલ થતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્‌યા હતા. ઘટનાની કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણે પણ નોધ લીધી હતી. ઘટનાની પોલીસ કમિશનરે ગંભીર નોંધ લઈને પોલીસ કર્મી ઘનશ્યામને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આવ્યા છે.પોલીસે બેન્કના બ્રાન્ચ મેનેજર હર્ષદ સંજીવ તિવારીની ફરિયાદ લઈ ઘનશ્યામ દુલા (રહે, સાંઈસુષ્ટી રેસીડેન્સી માનસરોવર ગોડાદરા રોડ) સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.