પોરબંદર ટ્રિપલ મર્ડર કેસ નો ભેદ ઉકેલાયોઃ વનકર્મી લખમણ ઓડેદરાએ કરી હત્યા
19, ઓગ્સ્ટ 2020

પોરબંદર-

પોરબંદરમાં ગર્ભવતી મહિલા બીટ ગાર્ડ અને તેના પતિ સહિત ત્રણ લોકોના હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા અન્ય વનકર્મી દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વનકર્મી લખમણ ઓડેદરાએ હત્યા કરી છે. લખમણની હેતલ સોલંકી સાથેની ફ્રેન્ડશિપ હત્યાનું કારણ બની છે. આમ, છેલ્લા ચાર દિવસથી ચર્ચા જગનાર હત્યા પ્રકરણનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

મળતી વિગતો પ્રમાણે સાથી ફોરેસ્ટ ગાર્ડ લખમણ ઓડેદરાએ મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને રોજમદારની હત્યા કરી છે. લખમણે હેતલ સાથે પરાણે ફ્રેન્ડશિપ રાખવાના મનદુઃખને લઈને હત્યા કરી છે. લખમણ અને તેની પત્ની વચ્ચે હેતલ સાથે મિત્રતા રાખતા ઝઘડો થો હતો. આ ટ્રિપલ મર્ડરના કેસમાં પોલીસે બરડા ડુંગર નજીકથી આરોપીની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા રવી મોહન સૈની એ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. નોંધનીય છે કે, બરડાના જંગલમાંથી સગર્ભા યુવતી, તેના પતિ અને યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશો મળી આવી હતી.

આ ટ્રીપલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. પોરબંદર વનવિભાગના મહિલા બીટ ગાર્ડ અને તેમના શિક્ષક પતિ તેમજ વન વિભાગના રોજમદાર સહિત ૩ વ્યકિત શનિવારે લાપતા બન્યા બાદ સોમવારે ત્રણેયની લાશ કાટવાણા નજીકના બરડા ડુંગરમાંથી મળી હતી અને તેમની બેરહેમી પૂર્વક હત્યા કરવામા આવી હતી. બીટ ગાર્ડ હેતલબેન રાઠોડ અને તેમના શિક્ષક પતિ કિર્તિભાઈ સોલંકી તેમજ વન વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતા નગાભાઈ આગઠ સહીતના ત્રણ લોકો શનિવારથી લાપતા બન્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution