દિલ્હી-

દેશમાં પ્રથમ વખત એવી ડેરી શરૂ કરાશે જ્યાં દૂધ ન આપતી ગાયોને રખાશે. તેને ડ્રાય ડેરી તરીકે ઓળખાશે. આ ડેરીમાં ગૌપાલક ન ફક્ત છાણમાંથી ખાતર તૈયાર કરશે અને આર્થિક નફો રળશે પણ સાથે જ ગૌમૂત્રનો પ્રયોગ પણ ખાતર તથા બીજા અન્ય સ્વરૂપોમાં કરશે. તેનાથી ગાયને ખુલ્લામાં ફરવા કે રખડતી ગાયોની સમસ્યાથી મુક્તિ મેળવવામાં મદદ મળશે. વર્ષના અંત સુધીમાં ધાર્મિક શહેર મથુરા અને વારાણસીમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે આ ડેરી ખોલવામાં આવશે, પ્રયોગ સફળ રહ્યા બાદ તેને દેશભરમાં લાગુ કરાશે.

શરૂઆતમાં ગૌપાલકોને તેની ટ્રેનિંગ અપાશે. ગૌપાલક ફોસ્ફેટ રિચ મટીરિયલ નાખીને ફોસ્ફેટ રિચ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર બનાવશે. જે ડીએપીનો વિકલ્પ બનશે. આ રીતે છાણાંની સાથે નાઈટ્રોજન મિલાવીને તૈયાર કરેલ ખાતર યુરિયાનો વિકલ્પ બનશે. યોજના જ્યારે દેશભરમાં લાગુ કરાશે તો તેના પછી ખાતર માટે મોટી કોર્પોરેટ કંપનીઓ સાથે પણ વાતચીત કરાશે. કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગ આ મુદ્દે મંથન કરી રહ્યું છે.