ગાંધીનગર-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક જ ગુજરાતનો પ્રવાસ કરશે. ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ બાદ હવે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસને લઈને તંત્રને કામ અંગે સૂચના આપી દેવામાં આવી છે.

૧૨મી જુલાઇએ રથયાત્રા બાદ પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવશે જેમાં તેઓ અમદાવાદ સ્થિત સાયન્સસિટીની મુલાકાત લેશે. સાયન્સ સિટી ખાતે તૈયાર કરવામાં આવેલ એક્વિરિયમનું ઉદ્ઘાટન પીએમ મોદીના હાથે કરવામાં આવશે. આ સિવાય પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન પર તૈયાર કરવામાં આવેલ હોટલ પણ ખુલ્લી મૂકશે.પીએમ મોદીના પ્રવાસને તંત્રને તમામ કામગીરીને ૧૦ જ દિવસમાં પૂરી કરી લેવાના ગુજરાત સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદમાં આવેલી સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશની માછલીઓ જાેવા મળશે તેમજ એક્વેરિયમમાં સ્કૂબા ડાઈવિંગ મજા પણ માણી શકાશે, સાયન્સ સિટીની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ૨૫૦ કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ એક્વેરિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.