દિલ્હી-

લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત રાખવામાં આવી છે. સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, લોકસભામાં સતત આવતા અવરોધોના કારણે કામકાજની દ્રષ્ટિએ ગૃહની કામગીરી અપેક્ષા મુજબ ન હતી. તેમણે કહ્યું કે 96 કલાકમાંથી 74 કલાક સુધી કોઈ કામ થઈ શક્યું નથી. સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, જો ટકાવારીમાં જોવામાં આવે તો લોકસભામાં માત્ર 22 ટકા કામ ચલાવવામાં આવતું હતું. તેમણે કહ્યું કે, સત્ર દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ નાણાકીય અને કાયદાકીય કારોબાર થયા અને 127 મો બંધારણ સુધારા બિલ પણ પસાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ઘણા બિલ રજૂ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય 20 મહત્વના બિલ પણ પસાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, સ્થાયી સમિતિઓ અને લોકસભાના ટેબલ પર 60 રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. મંત્રીઓએ 22 નિવેદનો આપ્યા. સત્ર દરમિયાન સત્ર ટેબલ પર 1 હજાર 243 પેપર નાખવામાં આવ્યા હતા. લોકસભાની કાર્યવાહી શરૂ થયા બાદ સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, આજે 17 મી લોકસભાનું છઠ્ઠું સત્ર સમાપ્ત થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આ સત્રમાં લોકસભાની કામગીરી અપેક્ષા મુજબ ન હતી. તેમણે કહ્યું કે, કુલ 17 બેઠકોમાં માત્ર 21 કલાક 14 મિનિટનું કામ થયું છે. આ પછી સ્પીકરે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે.