દિલ્હી-

સુપ્રીમ કોર્ટે બધી રાજ્ય સરકારોને આદેશ આપ્યા છે કે ઑનલાઈન ક્લાસ માટે ચાઈલ્ડ-કેર સંસ્થાઓ(બાળકોની દેખરેખ કરતી સંસ્થાઓ)ને જરૂરી પાયાગત ઢાંચો, સ્ટેશનરી, પુસ્તકો અને અન્ય બધા પ્રકારના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે. આના માટે કોર્ટે સરકારોને સમયસીમા પણ આપી છે. કોર્ટે કહ્યુ છે કે રાજ્ય સરકારોને એ બધી સુવિધાઓ 30 દિવસની અંદર ઉપલબ્ધ કરાવવી પડશે જેથી આ બાળકો કોઈ મુશ્કેલી વિના પોતાના ઑનલાઈન ક્લાસ લઈ શકે.

તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે અત્યારે સ્કૂલો બંધ છે અને સરકારી તેમજ ખાનગી સ્કૂલોમાં છાત્રોને ઑનલાઈન ક્લાસના માધ્યમથી ભણાવવામાં આવી રહ્યુ છે. એવામાં ઘણા બાળકો પાસે ઈન્ટરનેટ અને મોબાઈલ જેવી સુવિધાઓ ન હોવાના કારણે તેમનો અભ્યાસ પ્રભાવિત થઈ રહ્યો છે. આ પહેલા આ સ્કૂલો માટે કોર્ટે આદેશ જારી કર્યા હતા.

માહિતી મુજબ આજનો આ આદેશ જસ્ટીસ એલ નાગેશ્વર રાવ, હેમંત ગુપ્તા અને અજય રસ્તોગીની પીઠે આપ્યો છે. એવા ઘણા રાજ્યો છે જ્યાં સરકારી સ્કૂલો અને ચાઈલ્ડ કેર સંસ્થાઓમાં ઑનલાઈન ક્લાસ નથી ચાલી રહ્યા. જેના કારણે આ બાળકોનુ શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યુ છે તેમજ તેમનુ ભવિષ્ય પણ મુશ્કેલીમાં મૂકાઈ રહ્યુ છે. અત્યારે શિક્ષણમાં આવેલી મુશ્કેલીઓ આગળના અભ્યાસને પણ પ્રભાવિત કરી શકે છે. હવે કોર્ટે આ આદેશ બાદ આ બાળકોને પડતી મુશ્કેલીઓનુ સમાધાન થઈ શકશે.