બજેટમાં કયા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે નાણાંની જોગવાઈ થઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, માર્ચ 2021  |   2475

ગાંધીનગર-

નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી જેનાથી ઉચ્ચ શિક્ષણ મેળવતા ખાસ કરીને કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન લેવામાં અને પ્રોજેક્ટ વર્ક કરવામાં સુવિધા રહે. આ માટે કોલેજના પહેલા વર્ષમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ- લેપટોપ આપવાની યોજના પર સરકાર વિચાર કરી રહી છે અને એ માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ પણ કરી દેવાઈ છે. આ ઉપરાંત કોલેજ કે શાળાએ જવા માટે બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને રાહતદરે પાસ આપવા માટે રૂપિયા 205 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution