માંડવી

માંડવી નગર અને તાલુકામાં દિન-પ્રતિદિન વધતા જતા કોરોનાનાં કેસોને ધ્યાનમાં લઈ માંડવી સરકારી હોસ્પિટલ ખાતે વહેલીતકે કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની પરવાનગી જિલ્લા કલેક્ટર આપે તેવી માંડવી નગર અને તાલુકાનાં પ્રજાજનોની માંગ ઉભી થઇ છે.

કોરોનાનાં બીજા તબક્કામાં સંક્રમણનો તો જાણે રાફડો ફાટી રહ્યો હોય તેમ જણાય રહ્યું છે. એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું રસિકરણ અભિયાન જાેર શોરથી ચલાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ કોરોના નિયંત્રણમાં આવવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે માંડવી તાલુકા જેવા આદિવાસી વિસ્તારમાં કોઈ કોરોના થી સંક્રમિત થાય તો તેને સારવાર અર્થે સુરત ખાતે લઈ જવાય છે.

જેથી ગરીબ આદિવાસી પ્રજાજનોને આર્થિક બોજ ન પડે અને દૂર સુધી સારવાર માટે ન જવું પડે તે માટે માંડવી આમ આદમી પાર્ટી દ્વારા માંડવી સરકારી કચેરી ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ અપાયું હતું. તેમજ આપ પાર્ટીનાં મહામંત્રી શૈલેષ પ્રજાપતિ દ્વારા જાે વહેલી તકે કોવિડ સેન્ટર શરૂ ન કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. તો માંડવી ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવાની પરવાનગી કલેક્ટર દ્વારા આપવામાં આવે તેવી નગર અને તાલુકાનાં પ્રજાજનોમાં માંગ ઉભી થઇ છે.