મુંબઈ-

મેટ્રોપોલીસ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં મહારાષ્ટ્ર સરકારે આજે મુંબઈ શહેર અને પરાની તેની કચેરીઓમાં જાહેર રજા જાહેર કરી છે ભારે વરસાદના કારણે કેટલાય સ્થળે પાણી ભરાઈ ગયા હતા અને લોકલ ટ્રેન સેવા, રસ્તાનો ટ્રાફીક ખોરવાઈ ગયો હતો.

ટ્રેક પર પાણી ફરી વળતા કેટલાક રૂટ પર લોકલ ટ્રેન સેવા સસ્પેન્ડ કરવામાં આવી હતી. કાંદીવલીમાં વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવે પર જમીન ધસી પડતા આ પશ્ચિમી પરાથી સાઉથ મુંબઈના વાહનવ્યવહારને અસર થઈ હતી.