દિલ્હી-

કૃષિ કાયદાઓ વિરુદ્ધ રસ્તા પર ખેડૂતોના સમર્થનમાં બોલતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ કાયદો ખેડૂત વિરોધી છે અને કેન્દ્ર સરકારે આ કાયદા તેના કેટલાક ઉદ્યોગપતિઓને ફાયદા પહોંચાડવાના હેતુથી બનાવ્યા છે, ખેડૂતોના ફાયદા માટે નહીં. રાહુલ ગાંધીએ દેશવાસીઓને પૂછ્યું છે કે, તમે કોની સાથે સત્ય અને અસત્યની લડાઈમાં ઉભા છો. અન્નદાતા કિસાન કે પીએમના કરોડપતિ મિત્ર સાથે?

કોંગ્રેસના સાંસદે તેમના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટમાંથી હેશટેગ સ્પિક અપ ફોર ફાર્મર્સ (#SpeakUpForFarmers) સાથે એક વિડિઓ જાહેર કર્યો, જેમાં જાહેર જનતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓને આ ખેડૂતોની સહાય માટે આવે, તેમને ખવડાવવા ... અને તેમની સાથે ઉભા રહેવા હાકલ કરી . રાહુલ ગાંધીએ વીડિયોમાં કહ્યું, 'દેશભક્તિ દેશની શક્તિનું રક્ષણ કરે છે, દેશની શક્તિ ખેડૂત છે. સવાલ એ ઉભો થાય છે કે ખેડૂત આજે રસ્તાઓ પર કેમ છે, તે હજારો કિલોમીટરથી કેમ આવી રહ્યો છે? ટ્રાફિક કેમ બંધ થઈ રહ્યો છે? નરેન્દ્ર મોદી જી કહે છે કે આ ત્રણ કાયદા ખેડૂતના હિતમાં છે. જો આ કાયદા ખેડૂતના હિતમાં છે તો ખેડૂત શા માટે આટલો ગુસ્સે છે? ખેડૂત કેમ ખુશ નથી? "

વીડિયોમાં રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, "ભાઈઓ અને બહેનો, આ કાયદો નરેન્દ્ર મોદીના બે-ત્રણ મિત્રો માટે છે, આ કાયદો ખેડૂત પાસેથી ચોરી કરવાનો કાયદો છે. અને તેથી આપણે બધાએ ભારતની શક્તિ, ખેડૂત સાથે મળીને ઉભા રહેવું પડશે સાથે ઉભા રહેવું પડશે.જ્યાં પણ આ ખેડુત ભાઈઓ છે ત્યાં જાહેર જનતા અને કોંગ્રેસના કાર્યકરોએ તેઓની મદદ કરવી જોઈએ તેમને ખોરાક આપવો જોઇએ અને તેમની સાથે ઉભા રહેવું જોઈએ.