રેલ્વેએ બુક કરાવેલ ટિકિટને રદ્દ કરવા અને રિફંડ મેળવવા માટેના સમયમાં વધારો કર્યો
08, જાન્યુઆરી 2021

દિલ્હી-

રેલવે દ્વારા કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન રેલવે કાઉન્ટર પરથી બુક કરાવેલ ટિકિટને રદ્દ કરવા અને તેના રિફંડ મેળવવા માટેના સમયગાળામાં વધારો કર્યો છે. રેલવે દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ પીઆરએસ કાઉન્ટર ટિકિટોને રદ્દ કરવા અને કોઇપણ કાઉન્ટરથી રિફંડ પ્રાપ્ત કરવાના સમયગાળામાં ૬ મહીનાથી વધારીને ૯ મહીના સુધીનો કરી દેવામાં આવ્યો છે.

ભારતીય રેલવેના જણાવ્યાં મુજબ તે જ લોકોને ટિકિટનું રિફંડ મળશે જેઓએ 21 માર્ચ, 2020 થી 31 જુલાઇ, 2020 સુધી પ્રવાસ માટે ટિકિટ બુક કરાવી હતી. એટલે કે તમે 30 જુલાઇ માટે ટ્રેન ટિકિટ બુક કરી હતી તેને એપ્રિલ સુધી રદ્દ કરવાવીને રિફંડ મેળવી શકો છે. આ નિયમ નિર્ધારિત સમયવાળી ટ્રેનો માટેની ટિકિટ પર લાગુ થશે, જેને રેલવે દ્વારા રદ્દ કરવામાં આવી હતી.

રેલવે દ્વારા જણાવામાં આવ્યું કે હેલ્પલાઇન નંબર 139 એટલે કે ICRTC ની વેબસાઇટના માધ્યમથી કાઉન્ટર ટિકિટ રદ્દ કરવાની સ્થિતિમાં પણ ટિકિટને કોઇપણ રેલવે કાઉન્ટર પર જમા કરવાની સમય-સીમાને પ્રવાસની તારીખથી ૯ મહીના સુધી વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા કોવિડના ખતરાને ધ્યાનમાં લઇને ૨૨ માર્ચથી ટ્રેન સેવાને બંધ કરી દીધી હતી. ત્યાર બાદ રેલવે દ્વારા કોવિડ-19ને લઇને મહામારીને ધ્યાનમાં રાખતા ટિકિટ રદ્દ કરવા અને ભાડુ પરત લેવાને લઇને દિશા-નિર્દેશ જારી કર્યાં હતા. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution