દિલ્હી-

પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ત્રણ દિવસના વિરામ બાદ શનિવારે ફરીથી ભાવવધારો ઝીંકી દેવાતા આમ આદમીને માટે ભાવવધારો વધારે અસહ્ય બની રહ્યો હતો. શનિવારે પેટ્રોલમાં લિટરે 0.24 રૂપિયાનો વધારો કરી દેવાયો હતો જેથી દિલ્હીમાં પેટ્રોલના ભાવો પ્રતિ લિટરે 91.19 રૂપિયા થયા હતા, જ્યારે ડિઝલના ભાવોમાં પણ પ્રતિ લિટરે રૂપિયા 0.17 વધી જતાં તેના રાજધાનીના ભાવો 81.47 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા હતા. 

જ્યારે બીજીબાજુ આ ભાવવધારાની અસર રાજ્યમાં પણ જોવા મળી છે. અમદાવાદમાં શનિવારે પેટ્રોલના ભાવો પ્રતિ લિટરે રૂપિયા 88.31 થયા હતા જ્યારે ડિઝલના ભાવો રૂપિયા 87.74 થયા હતા. પેટ્રોલ અને ડિઝલમાં લાગુ પડેલો વધારો અનુક્રમે રૂપિયા 0.23 તેમજ રૂપિયા 0.16 છે. છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વધારો નહોતો થયો. પેટ્રોલિયમના ભાવો વધવાથી પ્રજા ત્રસ્ત છે અને ગત તારીખ 26મીના રોજ તેના વિરોધમાં પ્રદર્શનો કરાયા હતા. ખાસ કરીને આબકારી જકાત, ડિલર્સ ચાર્જ અને અન્ય ખર્ચ ઉમેરતાં તે વધી જાય છે.