05, ફેબ્રુઆરી 2021
આણંદ : આજ રોજ ખંભાત-તારાપુર તાલુકાના ગોલાણા ગામ મુકામે ખેડા જિલ્લા બેંકના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમારે કેસરિયો ધારણ કર્યો હતો. આજે આણંદ જિલ્લાના ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ(ડભોઉવાળા) અને આણંદના સાંસદ મિતેશભાઈ પટેલના વરદ હસ્તે ખેડા જિલ્લા બેંકના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર કેસરિયો ખેંસ ધારણ કરી ભાજપમાં જાેડાયા હતાં. તેમની સાથે એપીએમસીના ડિરેક્ટર સંદિપસિંહ, અજીતસિંહ, વિરલસિંહ, સરદારસિંહ, વિનોદસિંહ, પ્રદ્યુમનસિંહ અને આસપાસના ગામના અગ્રણીઓે તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભગવો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય મયુરભાઈ રાવલ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, પિનાકીનભાઈ, ખંભાત - તારાપુર તાલુકાના પ્રમુખ, મહામંત્રી અને ખુબ જ મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.