રાજકોટ: રેમડેસિવિર ઇન્જેકશનના કાળો કારોબારમાં મહિલા સહિત 5 ની ધરપકડ
28, સપ્ટેમ્બર 2020

રાજકોટ-

રાજકોટ પોલીસે જીવન રક્ષક ઇન્જેકશનનો કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસે ડમી ગ્રાહક ઉભા કરીને આખું છટકું ગોઠવ્યું હતું જેમાં એક મહિલા સહિત પાંચની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા પાંચ પૈકી એક સિવીલ હોસ્પિટલનો રોજમદાર કર્મચારી હોવાનું પણ સામે આવ્યુ છે ત્યારે પોલીસે ઇન્જેકશનના કાળા કારોબારના આ તાર કેટલે સુઘી પહોંચેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં જીવન રક્ષક ઇન્જેકશનની અછત અને તેના કાળા બજારની ફરિયાદો ઉઠી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે ડમી ગ્રાહક ઉભા કર્યા જેના આધારે દેવયાનીનો સંપર્ક કર્યો. દેવયાનીએ આ ઇન્જેકશન 10 હજારનું એક એમ બે ઇન્જેકશનના 20 હજારની માંગ કરી જેને સહમત થતા પોલીસે છટકું ગોઠવ્યુ અને દેવયાની પાસે ઇન્જેકશન મંગાવવામાં આવ્યા જે બાદ વિશાલ ગોહેલ નામનો શખ્સ આ ઇન્જેકશન લઇને આવ્યો હતો. વિશાલની પુછપરછ કરતા તેને આ ઇન્જેકશન જલારામ હોસ્પિટલ રાહત મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા અંકિત રાઠોડ અને જગદિશ શેઠ પાસેથી 15 હજારમાં લીઘા હોવાની કબૂલાત આપી હતી. જગદિશ શેઠે આ ઇન્જેકશન હિંમત ચૌહાણ નામના વ્યક્તિ પાસેથી લીધા હોવાનું સામે આવ્યું. ચોંકાવનારી વાત તો એ છે કે હિંમત ચૌહાણ રાજકોટની સિવીલ હોસ્પિટલમાં રોજમદાર તરીકે નર્સિગ વિભાગમાં છેલ્લા 10 મહિનાથી નોકરી કરે છે આ શખ્સ કોઇપણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન કે વિગત લીઘા વગર જ ઇન્જેકશનનો આ જથ્થો આપતો હોવાનું પણ સામે આવ્યુ છે જેની પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution