રાજકોટ: 50 યુવતીઓએ સ્વરક્ષણ માટે હથિયાર રાખવાનું માગ્યું લાઇસન્સ
13, ઓક્ટોબર 2020

રાજકોટ-

રાજકોટમાં કિશોરીઓથી લઇ મહિલાઓએ આવી ઘટનાઓના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સમગ્ર રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી જાગ્રત મહિલાએ ભારતના બંધારણે આપેલા અધિકાર મુજબ બંદૂક, ગન, રિવોલ્વર રાખવાના લાઈસન્સ અમારા સ્વરક્ષણ માટે આપવા માગ કરીએ છે.

રાજકોટમાં કલેક્ટરને આવેદન આપવા આવેલી એક કિશોરીએ કહ્યું હતું કે,'ભારત સરકારથી કંઈ ન થાય તેમ હોય તો અમને કહી દો અને અમે અમારું રક્ષણ જાતે જ કરી લઈશું'. આવેદનપત્ર આપતી વખતે મોટી સંખ્યામાં મહિલાઓ અને કિશોરીઓ કલેક્ટર કચેરીએ ઉપસ્થિત રહી હતી અને હથિયારનાં લાયસન્સ આપવા રજૂઆત કરી હતી. 

50 જેટલી યુવતિઓએ હથિયારનું લાયસન્સ સરકાર આપે. સરકાર અમારું રક્ષણ નથી કરી શકતી તો અમે જાતેજ અમારું રક્ષણ કરીશુ. જો અમારી પાસે હથિયાર હોય તો કોઇ અમારી સામે ખરાબ નજરથી જોવે તો તેને ત્યાં જ જવાબ મળી જશે. કલેકટર કચેરીમાં હથિયારની ટ્રેનિંગ સાથોસાથ લાયસન્સની માંગ કરનાર 50થી વધુ દિકરીઓએ પોતાની માંગ મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેને પગલે દોડી આવેલી પોલીસે થોડીવાર આખો મામલો નિહાળ્યો હતો. ત્યારબાદ તરૂણી અને યુવતિ સાથે આવેલા આગેવાનોની અટકાયત કરી પોલીસ વેનમાં બેસાડવાનું શરૂ કર્યું હતું. આ લોકોની સાથો સાથ આવેદન આપવા આવેલી બહેનોને પણ ડી-ટેઈન કરી હતી. જો કે, થોડી જ વારમાં કલેકટરમાંથી આવેદન સ્વીકારવાની તૈયારી દાખવતાં તમામ ડી-ટેઈનને પાંચ મિનિટમાં જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution