અમદાવાદ-

આજે ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ સી આર પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટેની યાદી જાહેર કર્યાની સાથે રાજકોટ ના સ્થાનિક રાજકારણમાં વિવાદની સાથે ભારે ગરમાવો પણ જોવા મળ્યો છે. ખાસ કરીને છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાતા જુના સિનિયર નગરસેવકો ની ટિકિટ કાપવામાં આવી છે અને પૂર્વ મેયરને ટિકિટ નહી આપવાના નિર્ણયને લીધે પણ મુખ્યમંત્રી વિજય રુપાણીની નજીકના કાર્યકરો નારાજ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સંધ અને આરએસએસનો ગઢ ગણાય છે અને રાજકોટ અગાઉ ગાંધીનગરમા સરકાર માટે કિંગમેકર સાબિત થતુ હતુ .ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમવાર આ એક સાથે નવા ચહેરાઓ મુકવામાં આવતા સ્થાનિક સ્તરે પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જો કે મુખ્યમંત્રી વિજય રુપાણીએ યાદી જાહેર કર્યા પહેલા લોકોમાં રોષ ન ફેલાઇ તે માટે પૂર્વ નગરસેવકો અને સ્થાનિક અગ્રણી સાથે ટેલિફોનીક વાતચીત કરીને ડેમેજ કંટ્રોલ કર્યુ છે.