રાજકોટ-

શહેરમાં પત્નીની જ હાજરીમાં પતિની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પતિની હત્યા બીજા કોઈએ જ નહીં પરંતુ પત્નીના સગાભાઈ તેમજ પિતરાઈ ભાઈઓ તેમજ તેના માણસોએ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ત્યારે હાલ થોડા પોલીસ દ્વારા વિજય ઉર્ફે વિજલો સોલંકી, સાજન પ્રભાતભાઇ સોલંકી, અનિલ ઉર્ફે બચું પ્રભાતભાઇ સોલંકી, સંજય ઉમેશભાઈ રાઠોડ, કેવલ ભરતભાઈ કાવિઠીયા, અશ્વિન ઉર્ફે અની સુરેશભાઇ સોલંકી, દિનેશ ઉર્ફે કાળીયો કિશન ભાઇ સોલંકી સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે પકડી પાડેલ આરોપી વિજય ઉર્ફે વીજલો પ્રભાતભાઇ સોલંકી વિરુદ્ધ રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ ૧૭ જેટલા ગુના દાખલ થઇ ચુક્યા છે. થોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ. હડીયાના જણાવ્યા પ્રમાણે, વિજય ૧૯૯૭થી ગુનાખોરીના રવાડે ચડી ચૂક્યો છે. આરોપી વિરુદ્ધ ૩૦૨ ના અત્યાર સુધીમાં ત્રણ ગુના દાખલ થઇ ચુક્યા છે, હત્યાના પ્રયાસનો એક ગુનો દાખલ થઈ ચૂક્યો છે. ખોખળદળ નદીના કાંઠે અજમેરી ની હત્યા કરવામાં આવી હતી.

હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેના જ સગા સાળાઓ અને તેના મળતીયાઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આરોપીઓએ પોલીસ પૂછપરછમાં ગુના અંગે કબૂલાત આપતાં જણાવ્યું હતું કે સલીમ અજમેરીએ અમારી બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જ્યારે કે અન્ય આરોપી સંજય ઉમેશભાઈ રાઠોડ વિરુદ્ધ બે ગુના દાખલ થઇ ચુક્યા છે. જ્યારે કે મરણ જનાર સલીમભાઈ દાઉદભાઈ અજમેરી વિરુદ્ધ ભક્તિનગર તેમજ થોરાળા પોલીસ સ્ટેશનમાં કુલ ૧૧ જેટલા ગુના દાખલ થઇ ચુક્યા છે.