રાજકોટ: સબ સલામત હૈ ના દાવા પોકળ જાહેરમાં છરીઓ ઉડી, યુવાનને માર્યો માર
12, ફેબ્રુઆરી 2021

રાજકોટ-

રાજકોટના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલી ગિરનાર સોસાયટીમાં ધોળા દિવસે જોવા મળી હતી. જેમાં જાહેરમાં જ ત્રણ જેટલા ઈસમો આતંક મચાવી રહ્યા છે અને એક વ્યક્તિને માર મારી રહ્યા છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી થઈ ન હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટનાના CCTV વીડિયો પણ સામે આવ્યા છે. જ્યારે આ CCTVમાં એક વ્યક્તિ જાહેરમાં જ છરી લઈને દોડતો જોવા મળી રહ્યો છે. જોકે આ યુવાનો વચ્ચે કઇ બાબતે ઝઘડો થયો છે તે હજુ સુધી સામે આવ્યું નથી. ઉપરાંત આ ઘટનની કોઈ પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી નથી, પરંતુ જાહેરમાં જ અસામાજિક તત્વોનો ત્રાસ રાજકોટમાં જોવા મળતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution