રાજકોટ-

રાજકોટના રેન્જ IG સંદીપ સિંઘનું ફેસબુક આઈડી અજાણ્યા ઈસમો દ્વારા હેક કરવામાં આવ્યું હતું. તેમજ આ ઈસમો દ્વારા રેન્જ IGના મિત્ર સર્કલ પાસેથી ફેસબુક એકાઉન્ટ મારફતે નાણાંની પણ માંગણી કરી હતી.જો કે આ ઈસમો કોણ છે હજુ સુધી તે સામે આવ્યું નથી પરંતુ રેન્જ IG સંદીપ સિંઘ દ્વારા નજીકના મિત્ર વર્તુળને આ મામલે સતર્ક રહેવા માટેની જાણ કરવામાં આવી છે. હાલ આ મામલે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવનાર હોવાની વાત ચર્ચાઈ રહી છે. તેમજ આ મામલે સાયબર સેલને પણ કામે લગાડવામાં આવી છે. 

રાજ્યમાં સોશિયલ ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં રાજકોટ રેન્જ IGનું જ ફેસબુક એકાઉન્ટ હેક થતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. અજાણ્યા ઈસમ દ્વારા રાજકોટના રેન્જ IG એવા સંદીપ સિંઘનું જ ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. તેમજ ફેસબુક એકાઉન્ટ હેક કરીને તેમાં રહેલા મિત્ર સર્કલ પાસે નાણાંની પણ માંગણી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે IG સંદીપ સિંઘ દ્વારા નજીકના લોકોને પણ સાવચેત કર્યા છે.