અમદાવાદ-

ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. બે મહિના પહેલાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ કોરોના વાઇરસની સારવાર હેઠળ હતા. આ વર્ષે થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં તેઓ ગુજરાતમાંથી સાંસદ બન્યા હતા. અભય ભારદ્વાજના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.

મોદીએ કહ્યું કે અભય ભારદ્વાજ એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવામાં હંમેશાં અગ્રેસર રહ્યા છે. એ ખૂબ દુખની વાત છે કે આપણે આવા તેજસ્વી અને ખૂબ ઊંડી સમજણ ધરાવતી વ્યક્તિને ગુમાવી છે. આ વર્ષે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં રમીલાબહેન બારા સાથે અભય ભારદ્વાજને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ સાંસદ બન્યા હતા. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજનું નિધન થયું હોવાનું માહિતી મળી રહી છે. અભય ભારદ્વાજ કોરોના સંક્રમિત થયા હતા અને તેમની તબિયત વધુ લથડતા તેમણે ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. થોડા દિવસો પહેલા અભય ભારદ્વાજના ભાઈ દ્વારા તેમની તબિયત સુધારા પર હોવાની માહિતી આપવામાં આવી. અભય ભારદ્વાજ ગુજરાતના ખુબજ જાણીતા કાયદાવિદ હતા અને તેઓ રાજ્ય સભાના સાંસદ હતા. અભય ભારદ્વાજ મૂળ રાજકોટના વતની હતા. કોરોના સંક્રમિત થયા પછી અભય ભારદ્વાજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાના બદલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.