રક્ષક જ ભક્ષક: ફરિયાદ નોંધાવા ગયેલી મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર PSI ઝડપાયો 
11, ડિસેમ્બર 2020

અમદાવાદ-

શહેરમાં મહિલા પોતાના ગુમ થયેલા પતિની ફરિયાદ બાદ મદદ મેળવવા પોલીસ સ્ટેશન જતી હતી. ત્યારે પોલીસ ચોકીમાં તપાસ અધિકારીએ મહિલાને એકલામાં બોલાવી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપી પીએસઆઈની ધરપકડ કરી છે. ફરિયાદી મહિલાના પતિ અઢી વર્ષ અગાઉ ઘરેથી કહ્યા વિના જતા રહ્યા હતા, જે બદલ મહિલા 7-10-19એ વાડજ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચી હતી ત્યારે PSI આર. આર. મિશ્રાએ મહિલાની જાણવા જોગ ફરિયાદ નોંધી હતી અને મહિલાનો સંપર્ક કરી તપાસના કામે તેમને બોલાવતા હતા. 16-10-19એ મહિલાને વાડજ ચોકીમાં પાછળના ભાગે બોલાવ્યા હતા. ફરિયાદી મહિલાને પીએસઆઈ મિશ્રા એકાંતમાં મળવાનું કહીને રેડ એપલ હોટલમાં લઈ ગયા હતા. અહીં મહિલા સાથે બળજબરી કરીને શરીર સબંધ બાંધવા દબાણ કર્યું હતું, પરંતુ મહિલા ત્યાંથી નાસી ગઈ હતી. ત્યારબાદ આર. આર. મિશ્રા અને પીએસઆઈ એ. પી. પરમારે મહિલાને આ મામલે ફરિયાદ ન કરવા જણાવ્યું હતું. આથી સમગ્ર મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોધાવી હતી. સમગ્ર મામલે ફરિયાદ થતા PSI મિશ્રા હાલ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા હતા, જેમની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હાલ પીએસઆઈ મિશ્રાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ થઈ રહી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution