કાબુલ-

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના આવ્યા બાદ રાષ્ટ્રપ્રમુખ અશરફ ગનીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ દેશ છોડી દીધો. અફઘાનિસ્તાન છોડી તજાકિસ્તાન પહોંચેલા અશરફ ગનીએ સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કર્યું છે. ગનીએ લખ્યું કે લોહિયાળ જંગને રોકવા માટે તેમને આ માર્ગ સૌથી યોગ્ય લાગ્યો. ગનીએ કહ્યું કે, આ તેમના માટે કઠિન પસંદગી હતી. અશરફ ગનીએ લખ્યું, આજે મારી સામે એક કઠિન પસંદગી કરવાની આવી, મારે સશસ્ત્ર તાલિબાનનો સામન કરવો જાેઈએ જાે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કરવા માંગતા હતા કે પ્રિય દેશ (અફઘાનિસ્તાન)ને છોડવો જાેઈએ જેની મેં છેલ્લા ૨૦ વર્ષોની રક્ષા માટે મારું જીવન સમર્પિત કરી દીધું. ગનીએ વધુમાં લખ્યું,

જાે હજુ પણ અસંખ્ય દેશવાસી શહીદ થતા અને તેઓ કાબુલ શહેરનો વિનાશ જાેતા, તો પરિણામ આ ૬૦ લાખ વસ્તીવાળા શહેરમાં મોટી માનવ આપત્તિ આવી જતી.’ ગનીએ લખ્યું, ‘તાલિબાને મને હટાવ્યો, તેઓ અહીં સમગ્ર કાબુલ અને કાબુલના લોકો પર હુમલો કરવા માટે આવ્યા છે. ગનીએ આગળ લખ્યું, લોહીના પૂરથી બચવા માટે મેં વિચાર્યું કે બહાર નીકળી જવું જ સૌથી સારો વિકલ્પ છે. તાલિબાને તલવાર અને બંદૂકોથી જીત મેળવી છે અને હવે તેઓ દેશવાસીઓના સન્માન, ધન અને આત્મસન્માનની રક્ષા માટે જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, અલ-ઝઝીરા ન્યૂઝ નેટવર્ક પર પ્રસારિત વીડિયો ફુટેજ અનુસાર, તાલિબાન ફાઇટરોએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવન પર કબજાે કરી દીધો છે. તાલિબાનના ફાઇટરો રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં ઘૂસી ગયા અને કેન્રીંદય સરકાર સાથે કોઈ શરત વગર આત્મસમર્પણ કરવા માટે કહ્યું છે. બીજી તરફ, અફઘાન અને વિદેશી નાગરિકોને યુદ્ધગ્રસ્ત શહેરથી બહાર કાઢવા માટે હોડ લાગેલી છે. આ દરમિયાન, ચારેતરફથી ઘેરાયેલી કેન્રીષ્ય સરકારને અંતરિક પ્રશાસનની આશા છે, પરંતુ તેમની પાસે વિકલ્પ ઓછા થતા જઈ રહ્યા છે. નાગરિકોને ડર છે કે તાલિબાન સરકાર ફરીથી ક્રૂર શાસન લાગુ કરી શકે છે, જેના કારણે મહિલાઓના તમામ અધિકાર ખતમ થઈ જશે. લોકો બેંકોમાં જમા પોતાના જીવનભરની બચત ઉપાડવા માટે એટીએમ મશીનોની બહાર ઊભા છે.