01, જાન્યુઆરી 2021
વલસાડ, સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર અંતર્ગત કલા ઉત્સવ-૨૦૨૦ ચાલુ વર્ષે કોવિડ-૧૯ ની મહામારીનાં પ્રકોપની વર્તમાન પરિસ્થિતી અને સામાજિક અંતરને ધ્યાને લેતા આ સ્પર્ધા ઓનલાઇન મોડમાં યોજાઇ હતી. ઓનલાઇન કલા ઉત્સવ-૨૦૨૦ માં જુદી જુદી નવ કેટેગરીમાં બાળ કલાકારોએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં બી.એલ.પટેલ સર્વવિદ્યા મંદિર રાનકૂવા શાળાના બાળ કલાકારોના ત્રણ વિભાગમાં( ચિત્રકલા, દ્રશ્યકલા, નૃત્ય) પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ઝોન કક્ષાની સ્પર્ધામાં સ્થાન પ્રાપ્ત કર્યું . ઝોન કક્ષાના કલા ઉત્સવમાં નવસારી , ડાંગ , નર્મદા , સુરત , તાપી , વલસાડ જિલ્લાના બાળકલાકારોએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં રાનકૂવા શાળાનો ધોરણ -૧૦ નો વિદ્યાર્થી સાર્થક પ્રકાશભાઈ પટેલ દ્રશ્યકલા (૩૦) વિભાગમાં ઝોન કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.