દિલ્લી-

ભારતમાં એક દિવસમાં 1 કરોડથી વધુ કોરોના વાયરસ વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો છે. આ એક દિવસમાં કરવામાં આવેલ રસીકરણની અત્યાર સુધીની સર્વાધિક સંખ્યા છે. 27 ઓગસ્ટ, 2021ના રોજ એક દિવસમાં 1,00,64,032 રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. 

PM મોદીએ કહ્યુ - રેકૉર્ડતોડ વેક્સીનેશન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસમાં એક કરોડ વેક્સીનના ડોઝ લગાવવા પર ખુશી વ્યક્ત કરી છે અને વેક્સીનેશન અભિયાનને તેજીથી વધારવા માટે અભિનંદન આપ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ - આજે રેકૉર્ડતોડ વેક્સીનેશન થયુ. એક દિવસમાં 1 કરોડનો આંકડો પાર કરવો એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. રસી લગાવનારા અને રસીકરણ અભિયાનને સફળ બનાવનારાને અભિનંદન. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યુ, 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ. આ એ જ પ્રયાસ છે જેનાથી દેશે 1 દિવસમાં 1 કરોડથી વધુ રસી લગાવવાનો આંકડો પાર કરી લીધો છે. આરોગ્યકર્મીઓના અથાગ પરિશ્રમ અને પીએમ નરેન્દ્ર મોદીના સબકો વેક્સીન મુફ્ત વેક્સીન નો દ્રઢ સંકલ્પ રંગ લાવી રહ્યો છે.' વળી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી છે. 

બિલ ગેટ્સે પણ વ્યક્ત કરી ખુશી- દુનિયાના સૌથી અમીર લોકોમાં શામેલ માઈક્રોસૉફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે પણ 1 દિવસમાં 1 કરોડ વેક્સીનના આંકડાને પાર કરવા માટે ભારતે અભિનંદન આપ્યા છે. બિલ ગેટ્સે ટ્વિટ કરીને લખ્યુ - ભારતને આ જબરદસ્ત રેકૉર્ડ માટે અભિનંદન. સરકાર, અનુસંધાન તેમજ વિકાસ સમુદાય વેક્સીન નિર્માતાઓ અને લાખો આરોગ્યકર્મીઓના સામૂહિક પ્રયાસોએ આ ઉપલબ્ધિને સંભવ બનાવી છે.