23, જુન 2020
સુરત, તા.૨૨
સુરત શહેર-જિલ્લામાં ભયંકર ચેપી રોગ કોરોના વાયરસ થંભવા નું નામ લેતો નથી. અને થોક બંધ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે સુરત માટે વખાણેલી ખીચડી દાતે ભરતી હોય એવો ઘાટ સર્જાયો છે. રાજ્યના આરોગ્ય મંત્રીની હોમ પીચ સમાન સુરતમાં કોરોનાના શંકાસ્પદ અને પોઝિટિવ કેસો ના દર્દીઓની સારવારમાં અક્ષમ્ય ગંભીર બેદરકારી સિવિલ હોસ્પિટલમાં દાખવવામાં આવી રહી હોવાની વિગતો સપાટી પર આવતા તંત્ર ઉપર ભારે માછલા ધોવાઈ રહ્યા છે.
રુગનાથપુરા વિસ્તારના સૌરાષ્ટ્રવાસી કોરોનાના શંકાસ્પદ મહિલા દર્દીનું રિપોર્ટ આવ્યો ન હોવા છતાં તેણીને કોરોનાના વોર્ડમાં મૂકીને હોસ્પિટલના બે જવાબદાર તંત્રએ તેણીનો જીવ જોખમમાં મૂકવાનું અમાનવીય કૃત્ય કર્યું હતું. મહિલાના પુત્રે આખરે દોડાદોડી કરીને માતાને સામાન્ય વોર્ડમાં મુકાવ્યા તો હતા પરંતુ મહિલાનો રિપોર્ટ કાઢવામાં જ કહેવાતી સંવેદનશીલ સરકાર ના સંવેદનશીલ કર્મચારીઓએ બે દિવસ કાઢી નાયા હતા. રુગનાથપુરા વિસ્તારમાં રહેતા એક સામાન્ય પરિવારના રત્નકલાકાર યુવકનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને નવી સિવિલ ની કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તે બાદ રત્ન કલાકાર ના પત્ની જયશ્રીબેન ની તબિયત નરમ તેઓ પણ સારી અને સુદ્ઢ સારવારની અપેક્ષાએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૧૮મી જૂનના રોજ પહોંચ્યા હતા પ્રારંભે તેમને સિવિલ હોસ્પિટલના એ ઝીરો વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનો કોરોના નો રિપોર્ટ લેવામાં આવ્યો હતો દરમિયાન ગત ૧૯મીના રોજ તેમને કહેવામાં આવ્યું કે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને કોરોના પોઝિટિવ દર્દી તરીકે કોવિડ-૧૯ ના વોર્ડમાં ઇન્ડોર પેશન્ટ તરીકે ખસેડવામાં આવ્યા હતા. તાજજુબની વાત એવી છે કે વાસ્તવમાં તેણી નો રિપોર્ટ આવ્યો જ ન હતો પરંતુ વોર્ડમાં દાખલ અન્ય એક જયશ્રીબેન નામના મહિલાનો રિપોર્ટ આવ્યો હતો આ રિપોર્ટ તેમનો છે એવું માનીને કોવિડ-૧૯ વોર્ડમાં દાખલ કરીને આખી રાત રાખવામાં આવ્યા હતા પરંતુ ન તો તેમની સારવાર કરવામાં આવી કે નહીં તેમના પુત્રનો સંપર્ક કરી હોસ્પિટલે બોલાવવામાં આવ્યો હતો ચેપગ્રસ્ત કોરોનાવાયરસ ની ગંભીરતા જાણે તો યુવક માતાની સારવારમાં થયેલી અક્ષમ્ય આ માનવીય જોગ ને કારણે નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો જ્યાં તેને પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી હકીકતો સપાટી પર આવી હતી. જેમાં જાણવા મળ્યું કે માતા નો રિપોર્ટ હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે અટવાઈ ગયો છે આખરે તેને માથાકૂટ કરીને તેની માતાને ઈ-.૦ વોર્ડમાં રીફર કરાવ્યા હતા ૧૯મીના રોજ જયશ્રી બેન ને ઈ-૦ વોર્ડમાં દાખલ કરાયા બાદ તેમનો કોરોના નો રિપોર્ટ કરાવવો જરૂરી હોવા છતાં હોસ્પિટલના તંત્રએ રિપોર્ટ કઢાવવા બાબતે કોઈ જ કામગીરી હાથ ધરી ન હતી કોરોના નોડલ ઓફિસર ડોક્ટર કે.એન. ભટ્ટ નો સંપર્ક સાધીને તેમને સમગ્ર હકીકતથી માહિતગાર કરાયા હતા છતાંય બપોરે ભટ્ટ ને જણાવવા છતાં સાંજ સુધીમાં જયશ્રીબેન નો રિપોર્ટ કરવામાં આવ્યો ન હતો. કોરોનાવાયરસ ખૂબ ગંભીર ચેપી રોગ છે અને દર્દીના સંપર્કમાં આવવાથી વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઈ શકે છે આ બાબતથી સિવિલ હોસ્પિટલનું તંત્ર સુમાહિતગાર છે અને સરકાર પણ ઢોલ પીટી ને જણાવી રહી છે કે સામાજિક અંતર રાખવું છતાં પણ કોરોનાના શંકાસ્પદ દરજીને એકથી દોઢ દિવસ સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે રાખીને તેનો જીવ જોખમમાં મૂકવાનું અમાનવીય કૃત્ય સિવિલ હોસ્પિટલના બે જવાબદાર મનાતા તંત્ર દ્વારા આચરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી કે જેવો માત્ર ધારાસભ્ય હતા ત્યારે પોતાના શાસન સામે જ આંદોલનનું રણશિંગુ ફૂંકતા હતા આજે રાજ્યના આરોગ્ય મંત્રી બન્યા બાદ સુરતની સિવિલ હોસ્પિટલમાં થયેલી બેદરકારીની ભૂલ સામે ભરતા તેમના હાથ કાંપી રહ્યા છે.
એક જ વોર્ડમાં કોરોના નેગેટિવ - પોઝિટિવ દર્દીઓઃ ડો. કે. એન. ભટ્ટ
નવી સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર ડોક્ટર કે એન ભટ્ટે જણાવ્યું હતું કે કોરોના નેગેટિવ અને પોઝિટિવ અને દર્દીઓને એક જ વોર્ડમાં રાખવામાં આવ્યા છે કારણ કે દર્દીઓ એટલા વધી ગયા છે કે થોડા આમ તેમ થાય. આ જવાબ છે એક જવાબદાર તબીબી અધિકારીનો અત્રે ઉલ્લેખનીય છે કે જો નેગેટિવ અને પોઝિટિવ દર્દીઓ ને એક જ વોર્ડમાં રાખવામાં આવી રહ્યા હોય તો નેગેટિવ દર્દીઓ ને કોરોના ચેપ લાગવાની સંભાવના ઘણી વધી જાય છે સિવિલ તંત્રની આ તે કેવી વ્યવસ્થા?