નસવાડીઃનસવાડી તાલુકાના લિંડા ખાતે કન્યા સાક્ષરતા શાળામાં ભાજપના નેતાઓએ એકલવ્ય મોર્ડલ શાળાના ડાયરેક્ટરને લિન્ડા મોર્ડલ શાળાની ગૃહમાતાઓને છુટી કરવાનાં વિરોધમા રજૂઆત કરી છે.૮ દિવસમા ગૃહમાતાઓને નોકરીમાં નહિ લેવામાં આવે તો મોર્ડલ સ્કૂલને ભાજપ અને આદિવાસી સમાજના નેતાઓ તાળા મારી દેવાની ચિમકી ઉચ્ચારી છે.

નસવાડી તાલુકાના લિંડા ખાતે ચાલતી એકલવ્ય મોર્ડલ સ્કૂલ તેમજ કન્યા સાક્ષરતા શાળા આવેલી છે જેમાં વિધાર્થીઓએ ભોજનને લઈને રજૂઆતો કરી હતી અને જેમાં પ્રાયોજના વહીવટ દ્રારા રાતો રાત ગૂહમાતાઓને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કરતા આદિવાસી સમાજના તેમજ ભાજપના નેતાઓ રજૂઆત કરતા ખરભરાત મચી ગયો છે અને આદિવાસીઓ વાલીઓ મોટા પાયે રજૂઆત કરવા માટે ભાજપ નેતાઓ પાસે જતા ભાજપના પ્રમુખ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ આદિવાસી સંઘના ટીનાભાઈ સહીત અન્ય લોકો અને સમાજના લોકો ભેગા મળી લિંડા ખાતે પહોંચ્યા હતા અને લિંડા શાળાની મુલાકાતે આવેલા મોડલ સ્કૂલના ડાયરેક્ટર અર્જુનભાઈ ચૌધરીને આક્રમક રજુવાતો કરી હતી ભાજપના સંગઠન અને આદિવાસી સંઘના લોકોએ રજુવાત કરી હતી કે કન્યાઓને હલકી કક્ષાનુ ભોજન આપવામાં આવે છે અને જેમાં આચાર્ય અને ભોજનના ઈજારદાર ની જવાબદારી હોય છે.

વોર્ડનની જવાબદારી ઓછી હોય છે અને વોર્ડન એ આચાર્યને લેખિતમા ૪થી૫ વાર રજૂઆત કરવા છતાંય આચાર્યએ ધ્યાન આપ્યું નથી વોર્ડનની રજૂઆત ધ્યાને લીધી નથી જયારે વિદ્યાર્થીઓએ પણ રજૂઆત કરી હતી પરંતુ તેવોની રજૂઆત સાંભળવામાં આવી ના હતી તપાસમા આવનાર અધિકારીઓએ વોર્ડનને ખોટી રીતના જવાબદાર ગણી સસ્પેન્ડ કર્યા છે તે ખોટું છે વોર્ડનને ૮ દિવસમા નોકરીમા નહિ લેવા આવે તો ભાજપ સંગઠન અને આદિવાસી સંઘ દ્વવારા લિંડા શાળાને તાળા મારી દેવામા આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

અજુનભાઈ ચૌધરી - એકલવ્ય મોડલ શાળા ડિરેક્ટરના જણાવ્યા મુજબ નસવાડી એકલવ્ય મોર્ડલના વોર્ડનોને સસ્પેન્ડ કર્યા છે તેને ૮ દિવસમા સમસ્યાનું નિરાકરણ લાવીશું

ગોપાલસિંહ ચૌહાણ - ભાજપ તાલુકા પ્રમુખના જણાવ્યા મુજબ ૮ દિવસમા સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો અને ગૂહમાતાઓને નોકરીમા નહિ લેવામાં આવે તો શાળાને તાળા મારી દેશુ

 ભાજપના નેતાઓ અને આદિવાસી સંઘ દ્વવારા લિંડા ગામે એકલવ્ય મોર્ડન સ્કૂલના ડિરેક્ટરને રજૂઆત કરી હતી.