પટના-

લાલુ પ્રસાદ યાદવની બીજા નંબરની પુત્રી રોહિણી આચાર્ય બિહારમાં ચૂંટણીના મેદાનમાં કૂદે એવા અણસાર છે. રોહિણી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય છે અને જાેરદાર ફટકાબાજી કરી રહી છે.

ગંગા નદીમાં તરી રહેલી લાશોના દ્રશ્યો નાઈજીરિયાનાં હોવાના કંગના રણૌતના દાવા સામે રોહિણીએ આક્રમક પ્રતિક્રિયા આપીને કંગનાને ઝાટકી કાઢી હતી. રોહિણીએ મંગળવારે સુશીલ મોદીને ‘ટિ્‌વટર મિયાં’ ગણાવીને કમિશન માટે એમ્બ્યુલન્સ ચોર સાથે સાંઠગાંઠનો આક્ષેપ મૂક્યો. રોહિણીએ નીતિશ, નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરૂધ્ધ પણ આક્રમક કોમેન્ટ્‌સ કરી છે. રોહિણી એમબીબીએસ થયેલી છે પણ કદી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી નથી અને હાલ સિંગાપોરમાં રહે છે. રોહિણી ૨૦૦૦ની સાલમાં સોફ્ટવેર એન્જીનિયર સમશેર સિંહ સાથે લગ્ન કરીને વિદેશ જતી રહેલી. હાલમાં રોહિણીને ત્રણ સંતાનો છે. તેનાં સંતાનો મોટાં થઈ જતાં હવે તે રાજકારણ તરફ વળી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે. લાલુની મોટી દીકરી મિસા રાજ્યસભાની સભ્ય છે પણ તે છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રિય છે.