ધંધુકાના પચ્છમ ગામમાંથી આર.આર.સેલે 51 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપ્યો
04, નવેમ્બર 2020

અમદાવાદ-

છેલ્લા કેટલાક દિવસમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા વાહનો વિદેશી દારુની હેરાફેરી કરતા હોવાની બાતમી આર.આર.સેલ ને મળી હતી. આર.આર.સેલ, એસ.ઓ.જી તથા બગોદરા પોલીસ દ્વારા અમદાવાદ- બગોદરા અને ધંધુકા હાઇવે પરથી દારુ ભરેલા ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો છે. દારૂ સહિત 1.5 કરોડના મુદ્દામાલનો પોલીસે કબ્જે કર્યો છે. અમદાવાદ જિલ્લાની આર.આર.સેલ ને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. ધંધુકાના પચ્છમ ગામેથી ટ્રકમાં મગફળીની બોરીઓ વચ્ચે વિદેશી દારૂની પેટીઓની હેરાફેરી કરતા વાહનચાલકને દબોચી લેવામાં આવ્યો છે. વાહનચાલક સામે ધંધુકા પોલીસ સ્ટેશનમાં આર.આર.સેલના એ.એસ.આઇ ગોવિંદસિંહ દલપુજી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ધંધૂકા પોલીસે ઝડપાયેલા વાહનચાલકને કોવિડ 19નો ટેસ્ટ કરાવી જેલ હવાલે ધકેલી દેવામાં આવ્યો છે. દેશી દારૂ મોકલનાર અને મંગાવનાર ને વધુ તપાસ મેળવવા ધંધુકા પી.એસ.આઇ ડી એસ ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution