દિલ્હી-
બે દિવસ પહેલા ગુજરાતમાં સૌથી વધુ વેક્સિનેશન થયુ હોવાના દાવો કરાયો હતો. પરંતુ આ દાવો પોકળ સાબિત થયો છે. અત્યાર સુધી વેક્સિનેશનમાં અવ્વલ રહેતુ ગુજરાત હવે પાછળ ધકેલાયું છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ગુજરાત કરતા વધુ વેક્સિનેશન નોંધાયું છે. મહારાષ્ટ્રમાં ૨ કરોડ ૬૨ લાખ કરતા વધુ ડોઝ અપાયા છે. તો ઉત્તર પ્રદેશમાં ૨ કરોડ ૩૮ લાખ કરતા વધુ ડોઝ અપાયા છે. તો આ બંને રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ૨ કરોડ ૮ લાખ ૫૮ હજાર કરતા વધુ ડોઝ અપાયા છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા શનિવાર સુધી ગુજરાતમાં ૨ કરોડ લોકોએ વેક્સિન લગાવી હતી. આ સાથે જ ગુજરાત રાજ્ય વેક્સિનેશનમાં સમગ્ર ભારતમાં પહેલા નંબર પર પહોંચી ગયું હતું. રાજ્યમાં શનિવાર સુધી ૨ કરોડ ૩૦ હજાર ૩૯૨ લોકોએ વેક્સિન લગાવી હતી. ૧૮ થી ૪૫ વર્ષના ૨ લાખથી વધુ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. તો આ કેટેગરીના ૧૧૦૫૩ લોકોએ વેક્સીનનો બીજાે ડોઝ લીધો છે.ગુજરાતમાં વેક્સિનેશન પ્રોગ્રામને પાચં મહિના પૂરા થઈ ગયા છે. આ પાંચ મહિનામાં ૨ કરોડ લોકો વેક્સિનેટેડ થઈ ચૂક્યા છે. મુખ્યમંત્રીએ આ સફળતા પર આરોગ્ય વિભાગના કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ટાળવા માટે વેક્સિનેશન જ એકમાત્ર શસ્ત્ર છે. ત્યારે ગુજરાતમાં ધીરે ધીરે વેક્સિનેશન કામગીરી આગળ વધી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments