શહેરોમાં રૂપાણી સરકારનું ‘મિનિ લૉકડાઉન’, ગામડામાં સ્વયંભૂ લૉકડાઉન
28, એપ્રીલ 2021

ગાંધીનગર, ગુજરાત કોરોના મહામારીમાં બરાબરનું સપડાયું છે. ચારેબાજુ લોકડાઉનની તીવ્ર માંગ ઉઠી રહી છે. તેમ છતાં સરકાર લોકડાઉન આપી રહી છે. પરંતુ આજે ભારત સરકારના ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની બેઠક પછી ધડાધડ મહત્વપૂર્ણ ર્નિણયો કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ પદે આજે સવારે મળેલી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. શ્રીમતી જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અગાઉ ગુજરાતના જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના ૮થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ હતો, તે ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮થી સવારના ૬ વાગ્યા સુધી કોરના કરફ્યુ રહેશે. તદઉપરાંત આ ૨૯ શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિને લઈને સુઓમોટો લેતા હાથ ધરેલી સુનાવણીમાં રાજ્યમાં સંક્રમણની ચેઇન તોડવા માટે ૩-૪ દિવસ કફ્ર્યૂ કે લૉકડાઉનનું સરકારને સૂચન કર્યું હતું. આ અંગે કૉર કમિટીની બેઠક બાદ રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૬ એપ્રિલે રાજ્યની ૮ મહાનગરપાલિકા સહિત ૨૦ જિલ્લામાં રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કફ્ર્યૂની જાહેરાત કરી હતી.

બેઠક અગાઉ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાનના અગ્ર સચિવ પીકે મિશ્રાએ વીડિયો-કોન્ફરન્સ થકી ચર્ચા કરી હતી. અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી, પરંતુ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રેલીઓના તાયફા અને મેચમાં ભારે ભીડ ભેગી કરાતાં આ દિવસો જાેવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથે આજે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠક પછી કોરોનાને કાબૂમાં લેવા ૨૯ શહેરોમાં રાત્રિ કફ્ર્યુ લાદવા સહિતના મહત્વના ર્નિણયો કર્યા. આ ઉપરાંત મોલ-મલ્ટિપ્લેક્સ સહિતના એકમો બંધ રહેશે જ્યાં ભીડ-ભાડ એકત્ર થતી હોય છે. આ સાથે જ ગુજરાતમાં પ્રતિબંધિત એકમોની યાદી ફરીથી મોટી મસ થઈ ગઈ છે જે બરાબર એક વર્ષ પહેલાં એટલે કે મે-૨૦૨૦માં અમલી હતી તેવી જ થઈ ગઈ છે. આમ, ગુજરાત કોરોના મહામારી સામેની લડતમાં બરાબર એક વર્ષ પહેલા જ્યાં હતું ત્યાં જ પાછું પહોંચી ગયું છે. આ પહેલા ગુજરાત સરકારે ગત ૬ એપ્રિલે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ઉપરાંત ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં રાત્રિ કફ્ર્યૂ લાગુ કર્યો હતો. આ શહેરોમાં કોરોનાની સ્થિતિ અત્યંત વકરી ચૂકી હોવાને કારણે સરકારે આ ર્નિણય લીધો હતો અને ૫ મે સુધી રાત્રિ કફ્ર્યુની જાહેરાત કરી હતી. શહેરી વિસ્તારોમાં લોકોની ભીડ એકઠી થતી રોકવા રાજ્ય સરકારે મિનિ લોકડાઉન જેવા પ્રતિબંધો લાદી દીધા છે. બીજીતરફ રાજ્યના ગામડાઓમાં તો જડબેસલાક લોકડાઉન જેવી પરિસ્થિતિ ચાલુ જ છે અને ત્યાં બહારથી આવતા લોકો પર ચુસ્ત પ્રતિબંધ લદાયો છે. ગામડાઓમાં સ્વયંભૂ જાગૃતિ હવે જાેવા લાગી છે અને કામ વિના લોકોને બહાર નિકળવા અને એકઠા થવા પર પ્રતિબંધ મૂકીને પંચાયત દ્વારા તેનો ચુસ્ત અમલ કરાવાઈ રહ્યો છે.

રૂપાણી સરકારે લીધેલા કેટલાક મહત્વપૂર્ણ ર્નિણયો

• રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કફ્ર્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત

• આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી અમલી રહેશે.

• આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

• અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, દૂધ પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

અઆ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ ર્જીંઁનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

• તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.

• આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.

• તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

• સમગ્ર રાજ્યમાં તમામ એપીએસસી બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન એપીએમસી ચાલુ રાખી શકાશે.

• સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.

• સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.

• સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution