સાબરકાંઠા-

જીલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ માર્કેટયાર્ડના વહેપારી પાસેથી, નેંવુ લાખની ડાંગર ખરીદી છેતરપિંડી આચરનાર ઝડપાયો. તલોદના પિતા પુત્રએ ડાંગરની ખરીદી કરીને છેતરપીંડી આચરી ભૂગર્ભમાં ઉતરી જતા આખરે પ્રાંતિજ પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી. પ્રાંતિજ પોલીસે તપાસ હાથ ધરતા છતરપિંડી આચરનાર પુત્ર પોલીસના હાથ ઝડપાયો છે. જ્યારે પિતાની હવે પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાંતિજ ના સલાલ માર્કેટ યાર્ડમાં અનાજનો હોલસેલ વહેપારી તુલસી ટ્રેર્ડસના માલિક તથા આદિનાથ રાઈસ મીલ સંચાલક સાથે પિતા પુત્રએ છેતરપિંડી આચરી હતી. તલોદના પિતા-પુત્રએ 90 લાખથી વધુની ડાંગર ખરીદી તેને બારોબાર વેચી દીધી હતી. સલાલના બંને વેપારીઓને ડાંગરની કિમતના નાણાં ન ચૂકવી, ઠગાઇ આચરવાનો મામલો પ્રાંતિજ પોલીસ મથકે નોંધાયો હતો. છેતરપિંડીનો ભોગ બનનાર વેપારીઓએ બંને પિતા-પુત્ર વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે બંને પિતા પુત્રની છેતરપિંડી પ્રકરણની તપાસ હાથ ધરી હતી. જે મુજબ સલાલ માર્કેટયાર્ડમાં તુલસી ટ્રેર્ડસ પેઢી નામના વેપારી પ્રકાશકુમાર ભંવરલાલ શાહ ખેડૂતો પાસેથી અનાજની હોલસેલ ખરીદી કરે છે. તલોદ માર્કેટયાર્ડના વહેપારી હોવાની ઓળખ આપીને પિતા-પુત્ર સચીન હર્ષદભાઇ શાહ તથા હર્ષદ મણીલાલ શાહ દ્વારા સલાલના બંને વેપારીઓને વિશ્વાસમાં લઇને વેપારીઓ ગત ડિસેમ્બર માસ દરમિયાન નેવું લાખની ડાંગરની ખરીદી કરી હતી.