01, મે 2021
દિલ્હી-
કોરોનાના સંક્રમણના કારણે સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને સાંસદ આઝમખાન પણ સંક્રમિત થયા છે.તેમનો પુત્ર અબ્દુલ્લા આઝમ પણ કોરોના પોઝિટિવ જાહેર થયો છે.હાલમાં તેઓ યુપીની સીતાપુર જેલમાં છે.જેલમાં પણ કોરોનાનુ સંક્રમણ પહોંચ્યુ છે.જેના પગલે અહીંયા બંધ 13 કેદીઓનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેમાં આઝમખાનનો પણ સમાવેશ થાય છે.શુક્રવારે મોડી રાતે આ રિપોર્ટ આવ્યો હતો.
એ પછી આઝમખાન અને બીજા કેદીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે.કુલ મળીને 68 કેદીઓનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો.કોરોના પોઝિટિવમાં આઝમખાનના પુત્ર અબ્દુલ્લા આઝમનો પણ સમાવેશ થાય છે.તમામની જેલની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.હજી પણ વધારે કેદીઓનો ટેસ્ટ કરવાની યોજના જેલ સત્તાધીશોએ બનાવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતની વિવિધ જેલોમાં કોરોનાનુ સંક્રમણ પ્રસર્યુ છે.તિહાડ જેલમાં પણ ઘણા કેદીઓ સંક્રમિત થયા છે.જેમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનો પણ સમાવેશ થાય છે.