સરદાર પટેલ યુનિ. દ્વારા ‘નવી શિક્ષણ નીતિના અમલમાં શિક્ષકોની ભૂમિકા પર વેબિનાર
25, ફેબ્રુઆરી 2021

આણંદ : સરદાર પટેલ યુનિવર્સિટીના આઇકયુએસી દ્વારા નીતિ આયોગ, નવી દિલ્લી અને ભારતીય શિક્ષક મંડળ, નાગપુરના સહયોગથી નવી શિક્ષણ નીતિના અમલમાં શિક્ષકોની ભૂમિકા વિષય પર વેબિનાર યોજાયો હતો. આ વેબિનારની પ્રસ્તાવના અને મહેમાનોનો પરિચય આઇકયુએસીના સયોજક પ્રો.એ.એચ. હાસમાણીએ આપી હતી. આ વેબિનારના ઉદ્‌ઘાટન સત્રમાં ચાવીરૂપ વક્તવ્ય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના પ્રો. પરેશ જાેષીએ શિક્ષકો માટે શિક્ષણની નવી રીતો વિષય પર આપ્યંં હતું. તેમણે પોતાના વક્તવ્યમાં ભારતીય શિક્ષણ પરંપરા વિષે અને આગામી સમયમાં કેવી રીતે શિક્ષણ આપી શકે એ વિષેની ચર્ચા કરી હતી. આ વેબિનારના મુખ્ય મહેમાન તરીકે જાણીતા એક્ટર અને આંતરરાષ્ટ્રીય લાઈફ સ્કિલ એજ્યુકેટર સ્વરૂપ સંપટ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં. શિક્ષણમાં હવે કેવા પ્રકારના સંશોધનની જરૂર છે તે વિષે તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી. એમબીએ વિભાગના પ્રો. પી. કે પ્રિયાનએ ઉદ્‌ઘાટન સત્રના અંતે આભાર વિધિ કરી હતી.

બીજા સત્રમાં નવી શિક્ષણ નીતિના અમલમાં શિક્ષકોની ભૂમિકા એ મુખ્ય વિષયને ૬ અલગ અલગ પેટા વિષયોમાં વહેંચવામાં આવ્યા હતા. દરેક વિષેની ચર્ચા કરવા એ લીડર અને તેમની સાથે ૧૦ અધ્યાપકોની ટીમ એમ ૧૧ અધ્યાપકોએ ૧ વિષયપર ગહન ચર્ચા કરી એમ કુલ ૬૬ અધ્યાપકો દ્વારા ૬ વિષય પર પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ બધા મંતવ્યો નીતિ આયોગમાં મોકલવામાં આવ્યા છે.

આ સમગ્ર દિવસ દરમિયાન નવી શિક્ષણ નીતિના અમલમાં શિક્ષકોની ભૂમિકા વિષય પર સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. શિરીષ કુલકર્ણી અને કાર્યકારી કુલસચિવ ડૉ. જ્યોતિ તિવારીના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું હતું. વેબિનારના નોડલ અધિકારી તરીકે સોશિયલ વર્ક વિભાગના ડાયરેક્ટર ડૉ.શિવાની મિશ્રાએ જવાબદારી સંભાળી હતી. વેબિનારનું સંચાલન સોશિયલ વર્ક વિભાગના મુક્ષિતા ધ્રાંગધારિયાએ કર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution