નર્મદા જિ.માં આદીવાસી વિસ્તારમાં સરદાર સરોવર યોજના સ્થાનિકો માટે આફત
19, માર્ચ 2021

રાજપીપળા, ગુજરાત વિધાનસભા સત્રમાં નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ સરકારનો વિકાસના મુદ્દે ઘેરાવો કર્યો હતો.એમણે નર્મદા જિલ્લા સહિત આદીવાસી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ વધારવાની પણ માંગ કરી હતી.ગુજરાત વિધાનસભા સત્રમાં નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ કથળી રહ્યું છે.પ્રાથમિક શાળામાં પૂરતા શિક્ષકો અને યોગ્ય સુવિધાઓ ન હોવાને લીધે પ્રાથમિક શિક્ષણ કથળી રહ્યુ છે.ગુણવત્તા વાળુ પ્રાથમિક શિક્ષણ આપવાની જવાબદારી ગુજરાત સરકારની છે.બસની યોગ્ય સગવડો ન હોવાને લીધે માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સમયસર અભ્યાસ અર્થે પહોંચી શકતા નથી, પરિણામે એમનું શિક્ષણ બગડે છે.

પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે આ વખતના બજેટમાં સરકારે ૧૧ લાખ બસ પાસની અને સાથે સાથે ૧૦૦૦ નવી બસોની પણ જાેગવાઈ કરી છે.એમાંથી ૨૫-૩૦ બસો જાે નર્મદા જિલ્લામાં ફાળવવામાં આવે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે નહિ.હું જ્યારે મારા મત વિસ્તારના પ્રવાસે જાઉં છું ત્યારે હું જાેઉં છું કે બસના અભાવે વાલીને શાળા છૂટ્યા બાદ પોતાની દીકરીને શાળા સુધી લેવા આવવું પડે છે.પ્રાથમિક શાળામાં વ્યાયામ અને ચિત્ર શિક્ષકોના અભાવે બાળકોમાં ટેલેન્ટનો વિકાસ થઈ શકતો નથી.

પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે અહીંયા પોલીટેકનીક કોલેજ નથી, છેલ્લા ૧૦ વર્ષથી નર્મદા જિલ્લાની પોલીટેકનીક કોલેજ ભરૂચમાં ચાલે છે એ કોલેજ નર્મદામાં ક્યારે આવશે એ શિક્ષણ મંત્રી મને જણાવે.સ્ટેચ્યુ ઓફ યુનિટીને જાેડતો અંકલેશ્વરથી રાજપીપળા સુધીનો અમુક રસ્તો ઉબડખાબડ છે, કેટલી વાર રજૂઆતો છતાં કેમ બનતો નથી એ નીતિન પટેલ મને જણાવે.ચાણોદ-પોઈચા પુલ વર્ષમાં ૨-૩ વાર તો રીપેરીંગ થાય છે, એક નવો પુલ બને એટલો તો ખર્ચ પુલના રીપેરીંગ પાછળ ખર્ચો થયો છે, મારી માંગ છે કે એ પુલની બાજુમાં એક નવો પુલ સરકાર બનાવે. પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના ૭૦ ગામોને હાલમાં પણ સિંચાઈ માટે પાણી મળતું નથી.ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર યોજના સ્થાનિકો માટે આફત સમાન બની ગઈ છે.ગુજરાત રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઉદવહન યોજના હેઠળ સિંચાઈ માટે પાણી પૂરું પડાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution