જયપુર-

રાજસ્થાન હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્ય્š છે કે, સ્કૂલ ફીના ૭૦ ટકા પેમેન્ટ લઈ શકાશે. બાળકોના માતાપિતાએ તે આગામી વર્ષ ૩૧ જાન્યુઆરી સુધીમાં ત્રણ હપ્તામાં આપવાની રહેશે. આ ચુકાદો રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસપી શર્માએ આપ્યો છે. 

રાજસ્થાન સરકારને પડકાર ફેંકતી પ્રાઈવેટ સ્કૂલોની અપીલ પર હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. આદેશ ત્રણ અરજીઓ પર આપવામાં આવ્યો હતો, જેમાં લગભગ ૨૦૦ સ્કૂલોએ રાજસ્થાન સરકારના ર્નિણયને પડકાર આપ્યો હતો. રાજસ્થાન સરકારે સ્કૂલોને કોરોનાકાળમાં જ્યારે શાળાઓ બંધ છે, તેવા સમયે વાલીઓ પાસેથી ફી નહીં વસૂલવાનું કહ્ય્š હતું. 

આ ૩ અરજીઓમાં પ્રાઈવેટ શાળાઓએ રાજ્ય સરાકર દ્વારા ૯ એપ્રિલ અને ૭ જૂલાઈના રોજ ફી રોક મામલે આપેલા આદેશને પડકાર ફેંક્્યો છે. રાજ્ય સરકાર આદેશ અનુસાર ફી વસૂલી શકતા નહોતા. 

વાસ્તવમાં જાેઈએ તો, રાજસ્થાન સરકારે કોરોનાકાળમાં જ્યાં સુધી શાળાઓ ખુલે નહીં, ત્યાં સુધી પ્રાઈવેટ શાળાઓને ફી નહીં વસૂલવાનો આદેશ આપ્યો હતો.રાજસ્થાન સરકારે જ્યાં સુધી ફરી વાર શાળા ન ખૂલે ત્યાં સુધી ફી નહીં વસૂલવાનો આદેશ આપ્યો હતો. 

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારે ૯ એપ્રિલના રોજ રાજ્યોની પ્રાઈવેટ સ્કૂલો દ્વારા આઘામી ફી લેવા માટે ત્રણ મહિના માટે ૩૦ જૂન સુધી રોક લગાવી દીધી હતી. સરકારે ફરી એક ૯ જૂલાઈના રોજ તેને આગળ વધાર્યો હતો. રાજસ્થાનના શિક્ષણ મંત્રીએ કોરોનાકાળના ત્રણ મહિનાની ફી નહીં વસૂલવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને શાળાઓ ખુલે નહીં ત્યાં સુધી આગળ લંબાવવાનું કહ્ય્š હતું.