દિલ્હી-

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. દેશમાં કોરોના સંક્રમિત નવા દર્દીઓની સંખ્યા દરરોજ બે લાખને પાર થઈ રહી છે. આ બધાની વચ્ચે ફરી એક વખત એવી ચર્ચા ઉઠી છે કે, કોરોનાની બીજી લહેર ક્યારે સમાપ્ત થશે. દક્ષિણ-પૂર્વ દિલ્હી પોલીસ માટે એક નિષ્ણાતે તૈયાર કરેલા રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસની બીજી લહેર ૧૦૦ દિવસ સુધી ચાલી શકે છે. આ પ્રકારની લહેરો ૭૦ ટકા વસ્તીનું રસીકરણ ન થઈ જાય અને હાર્ડ ઇમ્યુનિટી વિકસિત ન થાય ત્યાં સુધી આવતી રહેશે. હાર્ડ ઇમ્યુનિટી ચેરગ્રસ્ત બીમારીઓ સામે અપ્રત્યક્ષ રીતે મદદ કરે છે. આ ત્યારે થાય છે જ્યારે બીમારીમાંથી બહાર નીકળવા માટે વસ્તીનો એક મોટો સમૂહ રસીકરણ કરી લે અથવા ચેપ લાગ્યા બાદ વાયરસ સામે ઇમ્યુનિટી મેળવી લે.

આ સામૂહિક ઇમ્યુનિટીને હાર્ડ ઇમ્યુનિટી કહે છે. પોલીસ કર્મચારીઓ વચ્ચે જાગૃતિ લાવવાના ઉદેશ્ય સાથે તૈયાર કરાયેલા ડૉક્ટર નીરજ કૌશિકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નવા મ્યૂટન્ટ વાયરસમાં પ્રતિરક્ષા અને ત્યાં સુધી કે રસીની અસરને પણ બેઅસર કરવાની ક્ષમતા છે. આથી જ જેમને રસી લાગી ગઈ છે તેમને ફરીથી સંક્રમણ લાગવા માટેનું પણ આ જ કારણ છે. ડૉક્ટર કૌશિકના કહેવા પ્રમાણે મ્યૂટેડેટ વાયરસ એટલો ખતરનાક છે કે કોઈ એક સભ્ય સંક્રમિત થાય તે તેનો ચેપ આખા પરિવારને લાગી શકે છે. આ વાયરસ બાળકો પર પણ હાવી છે. તેમણે કહ્યું કે રેગ્યુલર આરટી-પીસીઆર ટેસ્ટમાં મ્યૂટેડેટ વાયરસની જાણ નથી થતી. જાેકે, શ્વાસ અને સુગંધ ન આવવાથી વ્યક્તિને માલુમ પડી શકે છે કે તે કોરોના સંક્રમિત થઈ ગયો છે. કોરોના વાયરસની બીજી લહેર ૧૦૦ દિવસ સુધી ચાલી શકે છે. જ્યાં સુધી હાર્ડ ઇમ્યુનિટી વિકસિત ન થાય અથવા ૭૦ ટકા લોકોને રસી ન લાગી જાય ત્યાં સુધી આવી લહેરો આવતી રહેશે. આથી જ સુરક્ષા માટે માસ્ક પહેરી રાખવું ખૂબ જ જરૂરી છે. દેશમાં કોરોનાની કેસ સતત વધી રહ્યા છે. દરરોજ કોરોના વાયરસના નવા કેસનો રેકોર્ડ બની રહ્યો છે. આ દરમિયાન શુક્રવારે દેશમાં ૧,૩૪૦ લોકોનાં મોત થયા છે, જેણે દુનિયા સામે દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિ સામે લાવી દીધી છે. દેશમાં આ બીમારીએ કેટલો ભરડો લીધો છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે સ્મશાન ઘાટો પર મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી છે. મોતના આંકડાની સાથે સાથે દેશમાં કોરોનાના નવા કેસ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે.