વલસાડ, કોરોના કાળ માં ગરીબો નું વિચારી સરકારે સસ્તા અનાજ ના દુકાનો ના માધ્યમ થી મફત અનાજ ની વ્યવસ્થા કરી છે પરંતુ લોકો માટે આવતા અનાજ નો મોટો જથ્થો કાળાબજાર માં સપ્લાય થઈ રહ્યું છે.સસ્તા અનાજ ના દુકાન સંચાલકો ગોડાઉન મેનેજર અને ગોડાઉન કોન્ટ્રાકટર ની મિલીભાગત માં ગરીબો નો અનાજ રાઈસ મિલો અને ફ્લોર મિલો માં પહોંચી જાય છે.લોકો ની ફરિયાદ છતાં પણ જિલ્લા પુરવઠા અધિકારી સરકાર સમક્ષ વાહવાહી ના બણગાં ફૂંકે છે

ગરીબો માટે આવતા સસ્તા અનાજ ની થઈ રહરલ કાળાબજારી ને ધ્યાન માં રાખી વલસાડ કલેકટર આર આર રાવલે જિલ્લા પુરવઠા અધિકારી ,તાલુકા મામલતદાર અને નાયબ મામલતદાર પુરવઠા વિભાગ સાથે એક બેઠક યોજી હતી જેમાં કાળા બજારીયાઓ ને અંકુશ માં લાવવાની વાત પર ચર્ચા થઈ હતી આ અનુસંધાને જિલ્લા પુરવઠા અધિકારી વી.સી.બાગુલ, કપરાડા મામલતદારશ્રી કે.એસ.સુવેરાની ટીમે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ખજૂર ફળિયામાં આવેલી જોગવેલ ફલોર એન્‍ડ રાઇસ મીલની આકસ્મિક ચકાસણી કરી હતી ફલોર મીલમાં રાખવામાં આવેલા ઘઉં, ચોખા તથા ટ્રક નં. એમ.એચ.-૦૪-ઇએલ-૦૫૦૪માં ભરવામાં આવેલા ઘઉંના જથ્‍થા બાબતે ફલોર મીલના માલિક દ્વારા સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી આ જથ્‍થાની પ્રાથમિક ચકાસણી કરતાં તે સરકારી હોવાનું જણાતાં ઘઉં ૮૭,૨૦૦ કિલો કિંમત રૂા.૧૩.૯૫ લાખ, ચોખા ૭,૯૫૦ કિલો કિંમત રૂા.૧.૩૫ લાખ અને ટ્રક નંબર એમ.એચ.-૦૪-ઇએલ-૦૫૦૪ની કિંમત રૂા.૪.૭૫ લાખ મળી કુલ રૂા.૨૦.૦૫ લાખનો જથ્‍થો સીઝ કરવામાં આવ્‍યો છે. આ સંબંધમાં તપાસની આગળની નિયમોનુસાર આગળની કાર્યવાહી થઇ રહી છે.