અમદાવાદ-

બીટકોઈન કૌભાંડ મામલે આરોપી શૈલેષ ભટ્ટ સીઆઈડી ક્રાઈમના સકંજામાં આવ્યો છે. સીઆઈડી ક્રાઈમે શૈલેષ ભટ્ટની દિલ્હીથી ધરપકડ કરી છે.શૈલેષ બે વર્ષથી ફરાર હતો. બીટ કોઈનમાં અપહરણની ફરિયાદની તપાસ બાદથી તે ફરાર હતો. સુરત અને અમદાવાદ સીઆઈડી ક્રાઈમે જોઈન્ટ ઓપરેશનથી શૈલેષને દિલ્હીથી ઝડપી પાડ્યો છે.

શૈલેષ ભટ્ટે અગાઉ સરથાણાના બિલ્ડરને ચાર કરોડ રૂપિયા વ્યાજે આપ્યા હોવાનું સામે આવ્યુ હતું. બિલ્ડરે વ્યાજના પૈસા ચુકવ્યા હોવા છતાં પણ બીજા રૂપિયાની માગ કરતો હતો. ત્યારે આ બાબતને ધ્યાને રાખી તેણે રિબડાના એક શખ્સને હવાલો આપી પોતાના માણસો મોકલી બિલ્ડરને ધમકી આપી તેના ફ્લેટ પર કબ્જો જમાવી લીધો હતો.

ત્યારે આ કેસમાં બિલ્ડરે ફરિયાદ પણ દાખલ કરી હતી. પોલીસે તપાસમાં ગુનો દાખલ કરી આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. જો કે, હવે આ કૌભાંડીનો ખેલ ખતમ થઈ ગયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે તેને દિલ્હીથી દબોચી લીધો છે.