18, સપ્ટેમ્બર 2020
અરવલ્લી : શામળાજીના અક્ષય જાનીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સ્ટાર ૨૦૨૦ સિર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ અને પવિત્ર તીર્થ ક્ષેત્ર શામળાજી ના ઉત્સાહી અને કાર્યદક્ષ નવયુવાન અક્ષય જાનીએ કોરોના કાળ દરમ્યાન રાત -દિવસ ગરીબ , નિસહાય લોકોની સેવા કરેલ તથા અનાજની કીટ વહેંચી હતી.આ તમામ મદદ બદલ લંડનની સંસ્થા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સ્ટાર ૨૦૨૦ સિર્ટીફીકેટ ગુજરાતના અઘ્યક્ષ અશ્વિન ત્રિવેદી અને દિવ્ય ત્રિવેદી દ્વારા અક્ષય જાનીને એનાયત કરવામાં આવ્યું હતું.