અમદાવાદ, તા.૨૮ 

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના થતા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોરોનાના લક્ષણો દેખાયા બાદ શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ કરાયો હતો. શનિવારે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગરના વસંત વગડા નિવાસસ્થાને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ પણ શંકરસિંહ વાઘેલાને ફોન કરીને ખબર અંતર પૂછ્યા હોવાનું મીડિયા રિપોર્ટના માધ્યમથી જાણવા મળ્યું છે. ૭૯ વર્ષીય શંકરસિંહ વાઘેલાએ હાલમાં જ એનસીપીના નેશનલ જનરલ સેક્રેટરી અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. તેમણે ટ્વીટર પર એક પત્ર જાહેર કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. ૩ દિવસ પહેલા એનસીપીમાંથી રાજીનામું આપતા પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. કોરોના દરમિયાન તેઓ સતત અલગ અલગ વિસ્તારમાં લોકો વચ્ચે ફર્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમયગાળા દરમિયાન તેમને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવી શક્યતાઓ છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શંકરસિંહ વાઘેલા તેમના ઘરે જ ક્વોરન્ટાઈન થયા હતા તે બાદ આજે તેમની ડાક્ટરોની દેખરેખ હેઠળ સારવાર થાય તેને ધ્યાનમાં રાખીને તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શંકરસિહ વાઘેલાને કોરોનાના સામાન્ય લક્ષણો જાવા મળતા તેમનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. શનિવારે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા શંકરસિંહને તેમના નિવાસસ્થાને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. શંકરસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના નજીકના લોકોની પણ તપાસ થવાની સંભાવના છે. કારણ કે ચાર દિવસ પહેલા સમર્થકો સાથે બેઠક પણ કરી હોવાનુ જાણવા મળ્યું છે.