અમદાવાદ-

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલા શાર્પશૂટરને ગઈકાલે ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે રિલિફ રોડની એક હોટલમાંથી ઝડપી લીધો હતો. ત્યારે આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આ ઝડપાયેલા શાર્પશૂટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે નિયમ પ્રમાણે કોઈ પણ આરોપીની ધરપકડ કર્યા બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયા છે, જે પ્રમાણે શહેરની વિનશ હોટલમાંથી ઝડપાયેલા છોટા શકીલ ગેંગના શાર્પશૂટર ઇરફાન શેખનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શાર્પશૂટર ઇરફાન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તેની ધરપકડમાં સામેલ તમામ અધિકારીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.