/
બહેનની રક્ષા ભાઇનું બંધન: વડોદરાથી 25000 બહેનો દેશની રક્ષામાં ખડેપગે રહેતા જવાનોનો આભાર માનવા સૈનિકોને રાખડી મોકલશે

વડોદરા-

શ્રાવણ માસની પૂર્ણિમાંએ રક્ષાબંધને બહેન ભાઈને રાખડી બાંધીને તેના લાંબા જીવનની પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે. જો કે, આ સંબંધ હવે સગા ભાઇ પુરતો સિમીત નથી રહ્યો છે. દેશની રક્ષામાં ખડેપગે રહેતા જવાનોનો આભાર માનવા તેમજ દેશમાં રહેતી તેમની બહેનોની રક્ષા કરવાનો મેસેજ આપવા તેમને રાખડી મોકલવાનું અભિયાન શહેરના શિક્ષક સંજય બચ્છાવે 5 વર્ષ પહેલા શરૂ કર્યું હતું. ઓસ્ટ્રેલીયા, દુબઇ, જર્મની, યુએસએ અને કેનેડા મળીને કુલ 12 દેશ તથા ભારતના 5 રાજ્યોના 25 શહેરોમાંથી સૈનિકો માટે રાખડી મોકલાવા આવી રહી છે. રાખડી મોકલવા ઇચ્છતા લોકો ઓનલાઇન પેમેન્ટ કરે છે અને અહીંયાથી રાખડી ખરીદવાનું પણ કહે છે. છેલ્લા 5 વર્ષથી રાખડી મોકલનારા વિધિ જોષીને દર વર્ષે બોર્ડર પરથી જવાનોનો ફોન અને મેસેજ આવે છે. આ વર્ષે સંસ્થાઓ, મહિલાઓ અને રાખડીના હોલસેલર પણ અભિયાનમાં જોડાઇ છે અને સૈનિકો માટે રાખડી આપી રહ્યાં છે. કારગીલ, સીયાચિન અને ગલવાન ઘાટી ખાતે જ્યાં પાછલા વર્ષે સૈનિકો શહીદ થયા ત્યાં પણ રાખડી મોકલાશે. 25 હજાર રાખડી વિવિધ દેશથી ભેગી કરીને બોર્ડર ખાતે મોકલવામાં આવશે. વડોદરાના શિક્ષક દ્વારા 5 વર્ષ પહેલાં સૈનિકોને રાખડી મોકલવાનો અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આ વર્ષે ગલવાન ઘાટી, સીયાચિન અને કારગીલના સૈનિકોને ભારત તેમજ અન્ય 12 દેશમાંથી 25 દ્વારા રાખડી મોકલાવવામાં આવશે. જેમાં તેઓએ શાળાના વિદ્યાર્થીઓ પાસે રાખડી બનાવડાવી, પત્રો લખાવી કારગીલ ખાતે જવાનોને મોકલ્યાં હતી. બોર્ડર પરથી જવાનોએ આભાર પ્રગટ કરવા વિદ્યાર્થિનીઓને ફોન પણ કર્યો હતો. તેથી બીજા વર્ષે વધુ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો આ અભિયાનમાં જોડાયા હતાં. આ વર્ષે કુલ 35 હજાર રાખડીઓ કારગીલ, સિયાચીન અને ગલવાન ઘાટીના સૈનિકોને મોકલવામાં આવશે. જે વિશે વધુ માહિતી શિક્ષક સંજય બચ્છાવે આપી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution