ગુવાહાટીમાં ગુજરાત સરકાર દ્વારા રોડ શૉ યોજાયો
26, નવેમ્બર 2023

ગાંધીનગર ગુજરાત સરકારના પર્યટન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તનના મંત્રી મુળુ બેરાની આગેવાની હેઠળનો વાઈબ્રન્ટ ગુજરાત રોડ શો ૨૪મી નવેમ્બરના રોજ ગુવાહાટીમાં યોજાયો હતો. ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત અગ્રણીઓએ ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે રોડ શોમાં હાજરી આપી હતી. ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી, આઈટી અને આઈટીઈએસ, સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, બાયોટેક્નોલોજી, અને કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને સહકારના ક્ષેત્રોને એક્સપ્લોર કરવા તેમજ ગિફ્ટ સિટી, ધોલેરા જીૈંઇ અને બાયોટેક પાર્ક જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટમાં રોકાણ આકર્ષવા બિઝનેસીસ અને કંપનીઓ માટે રોડ શોનું આયોજન કરાયું હતું. રોડ શો પહેલા, ગુજરાત સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તનના મંત્રી મુળુ બેરાએ આસામ પેટ્રો કેમિકલના મેનેજિંગ ડિરેક્ટર રજનીશ ગોગોઈ, બર્જર પેઇન્ટ્‌સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ સંજય ચૌધરી, લોહિયા ગ્રૂપ ઓફ કંપનીઝના મેનેજિંગ ડિરેક્ટર બજરંગ લોહિયા, આનંદ હોલ્ડિંગ્સ એન્ડ રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ લોકેશ સિંઘલ, પ્રતિક્ષા હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. પ્રમોદ કુમાર, જન્મભૂમિ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્‌સ પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સુબ્રતો શર્મા અને નુમાલીગઢ રિફાઈનરી લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ભાસ્કર ફુકન સાથે વન-ટુ-વન મીટિંગ કરી હતી. આ રોડ શોનો પ્રારંભ સીઆઇઆઇ આસામ કાઉન્સિલના વાઈસ ચેરમેન અને નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાસ્કર ફુકનના પ્રવચન સાથે કરાયો હતો. ત્યારબાદ વાઇબ્રન્ટ ગુજરાત, ધોલેરા એસઆઇઆર અને ગિફ્ટ સિટી પર સ્ક્રીનિંગ થયું હતું. વધુમાં, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારએ ગુજરાતમાં વ્યવસાયની તકો પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. એક એક્સપિરીઅન્સ શેરિંગ સત્રમાં સીઆઇઆઇ ગુજરાત કાઉન્સિલના ભૂતપૂર્વ અધ્યક્ષ અને અરુણયા ઓર્ગેનિક્સ પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર વિનોદ અગ્રવાલે ગુજરાત અંગેનો તેમનો અનુભવ વર્ણવ્યો હતો. ગુજરાત સરકારના પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મહત્વ અને છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યના વિકાસમાં ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે “ગુજરાત અને આસામ, ભૌગોલિક રીતે દૂર હોવા છતાં, કેટલીક સાંસ્કૃતિક અને આર્થિક સમાનતાઓ ધરાવે છે. કારણ કે બંને રાજ્યો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને વૈવિધ્યસભર વાનગીઓ ધરાવે છે જે તેમની અનન્ય પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.” મુળુ બેરાએ આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ માટે તમામ સહભાગીઓને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપીને અને દેશની વિકાસ યાત્રામાં સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કર્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution