અમદાવાદ

કોરોના કાળમા અત્યારે રેમડેસીવીર ઇંજેક્શનની અછત છે તે બીજી બાજુ આ ઇંજેક્શનની કાળા બજારી થઈ રહી છે ગુજરાત પોલીસ આ કાળા બજારી રોકવા માટે અત્યારે એક્શન મોડમાં છે ત્યારે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઘ્વારા ૯ રેમડેસીવીર ઇંજેક્શન જપ્ત કરવામાં આવ્યા છે આ ગુનામાં પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી છે જેમાં અક્ષર વિનોદભાઈ વાઝા અને વિનોદભાઈની પુત્રી વિધિ તથા હરિઓમ જવાહર લાહોરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે આ ત્રણેય આરોપીઓ ભેગા મળીને ૯ રેમડેસીવીર ઇંજેક્શન ઊંચી કિંમતે બોગસ ગ્રહક સાથે સોદો કરતા ક્રાઇમ બ્રાંચે ઝડપી પડયા છે.

આ આરોપીઓ ગોમતીપુરના શ્રી રામજીના ખાંચા પાસે જાહેર જગ્યા પર આ ઇંજેક્શન નો સોદો કરતા હતા ત્યારે ક્રાઇમ બ્રાંચ ઘ્વારા ૯ રેમડેસીવીર ના વાયલ અને એક મોબાઈલ ફોન ઝાપડી કોર્ટમાં આ મુદ્દામાલ જમા કરાવ્યો હતો જાેકે હાલમાં કોરોના ની વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે એવામાં આ ઇન્જેકનની દર્દીઓને ખૂબ જ કામ માં આવે છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ઘ્વારા ખાસ આ ઇંજેક્શન માટે મંજૂરી લઈને આ વાયલ હોસ્પિટલમા જમા કરાવ્યા છે.

જાેકે ઘણી વખત આ ઇંજેક્શન પડી રહેવાથી ખરાબ થઈ જાય છે બિન અસરકારક થઈ જાય છે ત્યારે આ ઇંજેક્શન દર્દીઓને કામમા આવે એના માટે પોલીસે સરાહનીય કામ

કર્યું છે.

અગાઉ પણ પોલીસે આ રીતે આરોપીઓ એ કરેલી કાળા બજારીમાં ઝડપાયેલા ઇંજેક્શન ને કોર્ટની મંજુરી મેળવી અસારવા સિવિલ હોસ્પિટલમાં જમા કારવાયા હતા જાેકર આ ઇંજેક્શન માટે લોકો વહેલો સવારથી લાંબી લાઈનો ઉભા હોય છે અને ક્યારેક પોતાના સ્વાજન નો જીવ બચાવવા માટે ડબલ પૈસા આપી ને પણ ઇંજેક્શન મેળવાતા હોય છે કોર્ટે પણ સરકારને ટકોર કરતા કહ્યું છે કે આ રીતની કાળા બજારી રોકવા માટે સરકાર અને પોલીસ એક્શન લે.