નડિયાદ : ખેડાના માતર નજીકના નગરામાં ગામના સિકોતર માતાજી મંદિરની પાસે રહેતા હસમુખભાઇ પરિવાર સાથે સૂતાં હતાં. તે સમયે મધરાતે મગર આવી ચડ્યો હતો અને માતાજીનાં સ્થાનક નજીક આરામ ફરમાવી રહ્યો હતો. આ જાેઈ હસમુખભાઈ અને તેમનો પરિવાર પણ અચંબામાં મૂકાઈ ગયો હતો. મગર ખોડિયાર માતાજીનું વાહન કહેવાય છે. બે દિવસ પહેલાં જ ખોડિયાર જયંતિની ચરોતરમાં ઉજવણી કરવામાં આવી હતી. જાેકે, મગર શાંતિથી જતો રહેતાં આખરે આ પરિવારે રાહત અનુભવી હતી.