27, જુલાઈ 2024
સુનીલ અંજારિયા |
૧૫ જુલાઈ, ૨૦૨૨ના દિવસે અમે દુબઈ પ્રવાસમાં હતાં. તે સમયે મારા પુત્રએ સ્કાય ડાઈવિંગનો અનુભવ લીધો. તે દિવસે આકાશ સ્વચ્છ હોઈ નીચે આઠ શાખાઓમાં વહેંચાયેલ દુબઈ અને વૃક્ષના થડ જેવો મેઇન રોડ, ચારે તરફ દરિયો અને એનું ખાસ્સા પંદર હજાર ફૂટ ઊંચેથી તેણે નીચે જે જાેયું તેનું વર્ણન અત્રે મુકું છું.
આ અનુભવ મારા પુત્ર અને મસ્કત ખાતે લેન્ડસ્કેપ આર્કિટેક્ટ તરીકે તે વખતે કામ કરતા હર્ષનો છે.
આપણામાંના ઘણાએ ખૂબ ઊંચેથી બંજી જમ્પિંગ કર્યું હશે. પેરા ગ્લાઈડિંગ પણ પેરેશુટ સાથે મહાબળેશ્વર કે મનાલી જેવી જગ્યાએથી કર્યું હશે. પરંતું આ જાઅઙ્ઘૈદૃૈહખ્ત નો અનુભવ બહુ વિરલ, સાહસ માંગી લેતો છતાં અત્યંત રોમાંચક અનુભવ છે. તેમાં ખૂબ ચપળતા, એકદમ ત્વરિત એક્શન અને હિંમત જાેઈએ.
ખૂબ ખર્ચાળ પણ ખરું. એના ૨૬૦૦ દીનાર એટલે ૫૨૦૦૦ જેવા રૂપિયા એક જ ડાઇવના હતા. એટલું તો મસ્કતમાં આખા મહિનાનું ગ્રોસરી મિલ્ક વગેરે આવી જાય. તો પણ ૧૧મી જૂને એ બુક કરવા ગયા તો ૨૦ તારીખ સુધીનું ફૂલ બુકિંગ હતું. પુત્રએ નક્કી કરેલું કે એકવાર, જિંદગીમાં એક વાર તો આ અનુભવ લેવો જ.
જેમાં આ ડાઇવિંગ થાય છે તે કંપનીમાં ફક્ત ઓનલાઇન જ રજીસ્ટર કરાવવું પડે છે.
સ્કાય ડાઇવિંગ માત્ર વહેલી સવારે જ થાય છે જ્યારે પવન પ્રમાણમાં શાંત હોય અને વાતાવરણ બને એટલું સ્વચ્છ હોય.
ડાઇવિંગ માટે અગાઉથી નોંધાવવું પડે છે છતાં અને મોંઘું હોવા છતાં ખૂબ રશ રહે છે.
અમે દુબઈથી ૧૪ની રાત્રે પ્લેનમાં અમદાવાદ જવા નીકળ્યાં અને તેઓની ૧૫મી ની બપોરની બસ મસ્કત જવા હતી. તો પુત્ર હર્ષ સવારે ૫ વાગે તે સ્થળે પહોંચી પણ ગયેલો. તેનો વેઇટિંગ ૧ નંબર હતો, તે દિવસમાં લાગી ગયો. નશીબ સારાં. આ ડાઇવ ૧૫૦૦૦ ફૂટ ઊંચેથી મારવાની હતી. સામાન્ય પેસેન્જર પ્લેન ૨૮ થી ૩૦ હજાર ફૂટ ઊંચે ઉડે છે.
ઉપરથી ડાઇવ મારો ત્યારે નીચે કાંઈ જ ન દેખાય. માત્ર ને માત્ર વાદળો અથવા એકલી સફેદ જેવું આકાશ. પ્રચંડ પવનો ફૂંકાતા હોય, શરીર ઓટો પાઇલોટ પ્લેનની જેમ ક્યાંય દૂર ઘસડાઈ જઈ શકે.
ઉપર જવામાં સાથે એક ઇન્સ્ટ્રક્ટર અને એક ફોટોગ્રાફર હતા. ઇન્સ્ટ્રક્ટર કહે તે કાચી સેકંડે પેરેશુટ તમારે ખોલવાની.
શરૂમાં તમને રિપોર્ટિંગના સ્થળે પ્રાથમિક સૂચનાઓ આપી એક શોર્ટ ફિલ્મ ડેમો માટે બતાવે તે ધ્યાનથી જાેવાની. પછી બસથી એ સ્લોટના ૬ કુદનારા, ૬ ઇન્સ્ટ્રકટર, ૬ ફોટોગ્રાફર દૂર એક વિશાળ મેદાનમાં લઈ જાય જ્યાં બધી બાજુથી ખુલ્લું હોય. એક પ્લેનમાં તમને ઉપર લઈ જાય, તમારી પાછળ જ ઇન્સ્ટ્રક્ટર રહે અને સૂચના મળતાં, પ્લેનમાં લીલી લાઈટ થતાં સાથે જ કૂદવાનું. એ સાથે પેરેશુટ તમારે જ ખોલવાની.
ઉપર કલ્પના બહારનું , દરેક માનવ શરીર સહન ન કરી શકે તેવું એકદમ ઠંડું હવામાન હોય.
થોડા નીચે જતાં(જે થોડી સેકન્ડમાં જ નીચે જવાય છે.) અહીં દુબઈમાં પામ બીચ એરિયા છે તે દેખાય. આખી વસાહત એક ॅટ્ઠઙ્મદ્બ ંિીી જેવા આકારમાં છે. એક લાંબો સીધો રોડ જે ॅટ્ઠઙ્મદ્બ નું થડ અને બેય બાજુ ૮, ૮ હ્વટ્ઠિહષ્ઠર જ્યાં એકદમ ધનિકોની પોશ વીલાઓ છે. શાહરૂખ જેવા આપણા એક્ટરોની પણ. તે આખો આશરે ૭ કિમી નો વિસ્તાર નીચે દેખાય. એની આજુબાજુનો આખો દરિયો દેખાય. એ થ્રીલ પૈસા ખર્ચી સાહસ કરી મેળવે એને જ અનુભવાય. સાથે આખું શરીર ઝડપથી પક્ષીની જેમ ૧૫૦૦૦ ફૂટ ઊંચે હવામાં બે હાથ ફેલાવી ઊડતું હોય અને નીચે પણ આકાશ દેખાય. બધું જ એકદમ નાનું, દુબઈનાં ઊંચાં મકાનો પણ ઓટોમેકના પ્લાસ્ટિકના બ્લોક જેવાં લાગે. માંડ આંગળીનાં વેઢાંથી સહેજ નાનાં.
નીચે પડવાની ઝડપ માની ન શકો એટલી વધુ હતી. ગતિ સીધી જ નીચે તરફ હતી છતાં ઉપર તરતા હોઈએ એવું લાગતું.
એટલો વખત સખત ઠંડક લાગી પરંતુ ઓકસીજનની કમી ન લાગી.
પક્ષીની જેમ, પક્ષી ઉડે એના કરતાં ખૂબ ઊંચે ઉડવાનો, જાણે સદેહે સ્વર્ગની સફરનો આ અનુભવ તેને માટે રોમાંચક બની રહ્યો.
વર્ણન મેં મારા પુત્ર હર્ષે વાત કરી તે પ્રમાણે કર્યું છે.