અમદાવાદ-

કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૮ વર્ષથી વધુ વયના લોકો માટે તા.૧ મેથી વેક્સિન આપવાની શરૂ કરાઇ છે. તેના બીજા દિવસે પણ શહેરના જુદા જુદા વેક્સિન સેન્ટરો ઉપર ટેક્નિકલ ખામીના કારણે લોકોને હેરાનગતિ થઈ હતી. જાેકે યુવાનોમાં વેક્સિન મુદ્દે જાગૃતિના લીધે રજિસ્ટ્રેશન વધ્યું હોવાથી મોટાભાગના વેક્સિન સેન્ટરો ઉપર તા.૫થી ૬ મે સુધીના સ્લોટ ફૂલ થઈ ગયા છે. એટલે હવે કોઇને વેક્સિન માટે નવા રજિસ્ટ્રેશનમાં સ્લોટ માટે ત્રણથી ચાર દિવસની રાહ જાેવી પડશે. જાેકે રવિવાર હોવાથી શહેરના મોટાભાગના સેન્ટરો ઉપર ૧૦૦ જ સ્લોટ બુક થયા હોવાનું જાણવા મળ્યું છે.

શહેરમાં સવારથી જ લોકો વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા પ્રયત્ન કરતા હતા, પરંતુ આદિનાથ પ્રાથમિક સ્કૂલ, વસ્ત્રાલ, શાહપુર ઉર્દૂ શાળા નંબર ૫, આંબલી પ્રાથમિક સ્કૂલ, આંબેડકર હોલ, દાણીલીમડા, બાગેફ્રિદોશ ગુજરાતી શાળા, ચાંદલોડિયા પ્રાથમિક શાળા, છારોડી પ્રાથમિક શાળા, દરિયાપુર શાળા નંબર ૮, ઘોડાસર ગામ શાળા નંબર ૨, હિના વોરા સ્કૂલ, જહાંગીરપુરા સ્કૂલ, જાેધપુર શાળા નંબર ૨, મકતમપુરા પ્રાથમિક શાળા, મણિનગર ગુજરાતી શાળા નંબર ૬, સ્કૂલ કુબેરનગર, કાંકરિયા ગુજરાતી શાળા નંબર ૧, ખોખરા પબ્લિક સ્કૂલ, નૂતન વિદ્યા મંદિર, સાબરમતી શાળા નંબર ૫, સ્વામિનારાયણ હાઈસ્કૂલ હાથીજણ સહિતના