વાપી- 

CID ક્રાઈમ ગાંધીનગરની ટીમ સાથે ગ્રીફિન ઇન્ડિયા લિમિટેડના રિઝનલ મેનેજરે મોબાઇલની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. મેનેજરને એપલ કંપની તરફથી ડુપ્લીકેટ એસેસરીઝ વેચતા હોવાની કમ્પ્લેઇન મળતા વાપીના મોબાઈલ માર્કેટમાં તપાસ હાથ ધરી હતી. ટીમે 7 જેટલી દુકાનોમાં તપાસ કર્યા બાદ 4 વેપારીઓ પાસેથી એપલ કંપનીના સિમ્બોલવાળી 3,99,150 રૂપિયાની ડુપ્લીકેટ એસેસરીઝ જપ્ત કરી વેપારીઓ સામે કોપીરાઇટ્સ એક્ટ હેઠળ વાપી ટાઉનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન મોબાઈલ માર્કેટમાં આવેલી જ્યોતિ મોબાઈલ, આર.પી.ટેલિકોમ, નિલકમલ મોબાઈલ એસેસરીઝ, માં બ્રહ્માણી ટ્રેડર્સ, મહેશ્વરી ટ્રેડર્સ નામની 5 દુકાનોમાંથી 3,99,150 રૂપિયાની એપલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસરીઝ મળી આવતા દુકાનના માલિક અશોક ઉકાજી પુરોહિત, મનસુખ ગોવિંદ પ્રજાપતિ, વિષ્ણુકુમાર જેઠાલાલ પુરોહિત અને મનોજકુમાર દિપક પટેલ સામે ધી કોપીરાઇટ્સ એક્ટ 1957ની કલમ 51, 63, 64 મુજબ વાપી ટાઉનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.